અમદાવાદ: વર્તમાન સમયે રાજ્યમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓ આંદોલન પર ઉતરતા અનેક કામોમાં સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.  તો બીજી તરફ આવનારા દિવસોમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાઇ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે MYSY સ્કોલરશીપ સંદર્ભેની કામગીરી સંભાળતા રાજયની પોલિટેકનિક કોલેજના અધ્યાપકોએ શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. 


પોતાની પડતર માંગણીઓને લઈને તેઓ પાછલા કેટલાક સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજથી તેમને કોલેજમાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ પૂરું પાડવાની કામગીરી સિવાય અન્ય કામગીરીથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવવાનો શરૂ કર્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ સાથે સાથે વાહન ચાલકોને લર્નિંગ લાઇસન્સ મેળવવાની કાર્યવાહી પર પણ તેની અસર જોવા મળશે. કારણ કે, પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં રાજ્ય સરકારે નવા વાહન ચાલકો માટે લર્નિંગ લાઇસન્સ મેળવવાની કામગીરી સોંપી હતી પરંતુ તેનો પણ બહિષ્કાર કરવાનો નિર્ણય પોલિટેકનિક કોલેજ અધ્યાપક મંડળે લીધો છે.


આ ઉપરાંત તેઓ સરકારી કાર્યક્રમોના આયોજન સંદર્ભની કામગીરી પછી પણ અળગા રહેશે. આંદોલનકારી ડિપ્લોમા કોલેજના કર્મચારીઓની માંગ છે કે તેમને કેરિયર એડવાન્સ સ્કીમ એટલે કે સાદી ભાષામાં ગ્રેડ-બેનો લાભ નથી આપવામાં આવ્યો. આ માટે તેઓ ઉચ્ચ શિક્ષણ પેપર અને કોન્ફરન્સ અટેન્ડ કરતા હોય છે પરંતુ છતાંય તેઓને આ લાભ આપવામાં નથી આવી રહ્યો. આ ઉપરાંત એડહોક પ્રોફેસર માંથી જીપીએસસી મારફતે નોકરીએ લાગતા આજે આપોને નોકરી સળંગ ગણવામાં આવે ઉચ્ચ શિક્ષણ માટે પ્રતિનિયુક્તિ દરમિયાન પૂરો પગાર આપવામાં આવે કરી રહ્યા છે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી અન્ય કામગીરીનો બહિષ્કાર કરશે.


મંજૂરી વગર વિરોધ કરી રહેલા આરોગ્યકર્મીઓની અટકાયત


પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પરમીશન ન હોવા છતા આરોગ્ય કર્મીઓ એકઠા થયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું. 



આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારી ઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. ૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.