અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવ પરના દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્ર 160થી વધુ દબાણો દૂર કરીને તળાવની 26 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરશે.
મેગા ડિમોલિશનની તૈયારી તેજ, અમદાવાદમાં 160 અને રાજકોટમાં 70થી વધુ દબાણો દૂર કરાશે
Ahmedabad News: અમદાવાદ-રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, દબાણો હટાવવા તંત્રની કાર્યવાહી તેજ, અમદાવાદના ઈસનપુરમાં 160થી વધુ દબાણો દૂર કરાશે

- અમદાવાદના ઈસનપુર તળાવ પર ૧૬૦ દબાણ દૂર કરાશે.
- નોટિસ બાદ દબાણ હટાવી, યોગ્યને વૈકલ્પિક આવાસ ફાળવાશે.
- રાજકોટમાં 70 ઝૂંપડા હટાવવા નોટિસથી રહીશોમાં રોષ.
- રહીશો 50 વર્ષથી વસવાટ કરે, માત્ર 15 દિવસની મુદત.
Ahmedabad News:અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવ પર થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર 160થી વધુ દબાણો તોડી પાડીને તળાવની અંદાજે 26 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.અધિકારીઓએ જણાવ્યું છે કે દબાણકારોને અગાઉથી નોટિસ આપીને મકાનો ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ વર્ષોથી વસવાટ કરતા હોવાના પૂરતા પુરાવા રજૂ કરનાર પરિવારોને સરકારની નીતિ મુજબ વૈકલ્પિક આવાસ ફાળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.તળાવની જમીન પર થયેલા દબાણો દૂર થતાં જળસંચય ક્ષમતામાં વધારો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે તેવી તંત્રની દલીલ છે.
રાજકોટમાં 70 ઝૂપડાઓને નોટિસ, રહીશોમાં રોષ
બીજી તરફ રાજકોટમાં પણ વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ થઈ ગઈ છે. અમીન માર્ગ નજીક આવેલા હિંગળાજનગર વિસ્તારમાં મનપા દ્વારા 70 જેટલા ઝૂપડાઓ હટાવવા નોટિસ આપવામાં આવી છે. ચોમાસા પહેલાં નોટિસ મળતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો દાવો છે કે તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા છે અને હવે અચાનક સ્થળ ખાલી કરવાની સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad Plane crash: કારમી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, નથી સૂકાયા સ્વજનોના આંસુ, હિબકે ચઢ્યાં પરિજનો
મનપા દ્વારા થોડા સમય પહેલાં જમીનની ડિમાર્કેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવાના ભાગરૂપે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર 15 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ મનપાનું કહેવું છે કે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતના ચર્ચિત નાસિરનગર ડિમોલિશનકાંડમાં
સુરતના ચર્ચિત નાસિરનગર ડિમોલિશનકાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. ડિમોલિશન બાદ પણ વિસ્તારમાં કેટલાક કાચા અને પાકા મકાનો બચી ગયા હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે.નાસિરનગરમાં રહેતા લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બચી ગયેલા મકાનો પર પણ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ શકે તેવી આશંકાથી અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે.આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને હજુ બચેલા દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જો ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હોય તો બાકીના દબાણો સામે પણ સમાન કાર્યવાહી થવી જોઈ
Frequently Asked Questions
અમદાવાદમાં કયા વિસ્તારમાં અને શા માટે દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે?
અમદાવાદમાં દબાણ હટાવતા પહેલા શું સૂચના અપાઈ હતી અને અસરગ્રસ્તો માટે શું વ્યવસ્થા છે?
દબાણકારોને અગાઉથી નોટિસ આપી મકાનો ખાલી કરવાની સૂચના અપાઈ હતી. વર્ષોથી વસવાટ કરતા પુરાવા રજૂ કરનાર પરિવારોને સરકારની નીતિ મુજબ વૈકલ્પિક આવાસ ફાળવાશે.
રાજકોટમાં કયા વિસ્તારમાં ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે અને કેટલા ઝૂંપડા હટાવાશે?
રાજકોટના અમીન માર્ગ નજીક આવેલા હિંગળાજનગર વિસ્તારમાં ડિમોલિશનની તૈયારી છે. મનપા દ્વારા 70 જેટલા ઝૂંપડાઓ હટાવવા નોટિસ આપવામાં આવી છે.
રાજકોટમાં ઝૂંપડા હટાવવાની કાર્યવાહી સામે સ્થાનિકોનો રોષ શા માટે છે?
રહીશો 50+ વર્ષથી વસવાટ કરતા હોવાનો દાવો કરે છે અને તેમને ચોમાસા પહેલા માત્ર 15 દિવસનો સમય મળ્યો છે. આ કાર્યવાહી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવા હાથ ધરાઈ છે.






















