Gujarat Assembly Election 2022: આજે અમદાવાદમાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે. તે વખતે મારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેને પોતાના વફાદાર અધિકારીઓ ગણે છે તેમને ચેતવણી છે. તમે અત્યારે સરકારના નહી, ભાજપના નહી ચૂટણી પંચના અધિકારીઓ છો. તેઓ ભાજપના અધિકારીઓ હોય તેવું વર્તતા હતા. તેમનાથી ડર્યા વગર પ્રથમ તબક્કામાં કાર્યકરોએ કામ કર્યું.


ફરીથી ચેતવણી આપું છું


બીજા તબક્કામાં પણ જનતા મતદાન કરવાની છે. તેમાં હાડકા નાખવાનું કામ ન કરે. અધિકારીઓ ભાજપને નહી ચૂટણીપંચને વફાદાર રહેવાનું કામ કરે. જેમની કોઈ ડ્યુટી નથી એવા એલસીબી, ક્રાઇમબ્રાંચ sog નાં અધિકારીઓ આમા સંડોવાઈ નહી. પોલીસ અધિકારીઓને પણ કહું છું કે તટસ્થતાથી કામ કરો. બૂટલેગરો, ગુનેગારો, પેડલેકરો ડ્રગ્સ માફિયાને કામે લગાવ્યા છે. પહેલા તક્કામાંમાં આવા તત્ત્વોથી ડર્યા વગર જનતાએ ચુકાદો કર્યો છે. ફરીથી ચેતવણી આપું છું.  પ્રધાન મંત્રી, ગૃહ મંત્રીને કહું છું. દેશને ચલાવવાની કામગીરી આપી છે આવી નીચ્ચી કક્ષાએનાં ઉતરો.


જીઓનું એક જ નેટવર્ક સ્ટ્રોંગ રૂમની આસપાસ પકડાય છે


ગૃહમંત્રી આવા લોકો સાથે મિટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી જે જે જગ્યાએ ગયા ત્યાં મતદાનમાં ઘટાડો થવાથી તે ગભરાયેલા છે. ઓછું મતદાન બતાવે છે કે પ્રધાનમંત્રીના ડાયલોગમાં કશો રસ નથી લોકોને. ભાજપના મોટા નેતાઓના અહંકારને તોડવાનો સમય છે. ઇલેક્શન કમિશનર ઓફિસરને પણ વિનંતી, ગારીયાધાર વિધાનસભાના ઉમેદવારે ફરિયાદ કરી છે. સીલ એવી રીતે હતું કે સીલ વગર તાળુ ખુલી શકે. જીઓનું એક જ નેટવર્ક સ્ટ્રોંગ રૂમની આસપાસ પકડાય છે. આવતીકાલની બીજા તબક્કાની ચુંટણીમાં જનતાને શાંતિ પૂર્ણ મતદાન કરવા માટે તેમજ  આવા તત્વોને બોધપાઠ ભણાવા વિનંતી છે. 


સ્લો મતદાન કરાવવાની પ્રક્રિયા થાય છે


તેમણે વધુમાં કહ્યું કે, રઘુ શર્માએ બહું સ્પષ્ટતાથી વાત કરી છે. તમામ વર્ગોમાંથી મુખ્યમંત્રી કેન્દ્રિય મંત્રી, પ્રદેશ મંત્રી પણ આપ્યા છે. કૉંગ્રેસની સરકાર બનવાની છે ત્યારે વિધાનસભાની ઉમેદવાર તમામ સાથે વાત કરીને મુખ્ય મંત્રી બનાવશું. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વાર મુખ્યમંત્રી બદલ્યા છે. તે કોઈ જાતિ કે નહિ પણ તે પપેટ હતા.
મુખ્યમંત્રી બનવાનો દાવો કરવાનો સૌને અધિકાર છે. બહુમતી કરીને પછી જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. અનેક કિસ્સા સામે આવ્યા હોવાથી અધિકારીઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. ફરિયાદ બાબતે લોકોએ નિવેદન પણ આપેલા છે. સ્લો મતદાન કરાવવાની પ્રક્રિયા થાય છે. મારા વિસ્તારમાં પણ થઈ હતી. લોકો હેરાન થાય છે. મતદાન તો કરીને જ લોકો જાય છે.