Ahmedabad Rain: સવારમાં વિરામ બાદ અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂર્વના નિકોલ, બાપુનગર,વિરાટનગર અને રખિયાલ વિસ્તારમાં વરસાદી માહોસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાડીયા અને પાલડીના આસપાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. પાલડીના અશોકનગર અને ફતેપુરા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.


 



બાપુનગર વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. રીંગરોડથી બાપુનગર ભીડભંજન તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદ શરૂ થતા બાળકોને શાળાએથી રજા આપવામાં આવી છે. ચાલુ વરસાદે વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા પહોંચ્યા છે. આ ઉપરાંત નિકોલ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નજીવા વરસાદમાં દાનેવ પાર્ક સોસાયટીના આગળના રસ્તા પર પાણી ભરાયા છે. મુખ્ય રસ્તા પર આવેલ દુકાનોની બહાર જ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


તો બીજી તરફ પૂર્વ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના એસજી હાઇવે ઉપર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હળવા વરસાદનું ઝાપટું પડ્યું છે. જો કે, વરસાદી માહોલ વચ્ચે સ્માર્ટ સીટી અમદાવાદમાં ખોદકામથી જનતા પરેશાન છે. પ્રહલાદનગરથી આનંદનગર રોડ ઉપર કરેલા ખોદકામના કારણે ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. ડ્રેનેજના સમારકામની કામગીરી પૂર્ણ થવા છતાં સમારકામ નથી કરાયુ.ખોદકામના કારણે જ ટ્રાફિક જામ થયો હોવાના વાહનચાલકોના આક્ષેપ છે. 


 



 


હવામાન વિભાગની આગાહી, આજે અને આવતી કાલે માટે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્તકર્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના તાજા અપડેટસ મુજબ ગુજરાત માટે આગામી 24 કલાક હજુ પણ ભારે રેહશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન છે.આ બંને ઝોન સિવાય  આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે.


આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન


હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અમરેલી અને  જૂનાગઢમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે. નવસારી, વલસાડ, દમણ,સુરતમાં રણ અતિભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર  સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, બાદ વરસાદનું જોર ઘટી શકે છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial