Rakshabandhan: રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે. પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા હવે પેકીંગ રાખડીના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત છૂટક રાખડીના ભાવ પણ વધ્યા છે. એટલે એકંદરે રાખડીના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. જેના લીધે રેશમના તાંતણે ભાઈ બહેનના સંબંધને મજબૂત કરવાનું પણ હવે મોંઘુ બન્યું છે.
બજારમાં હાલ રાખડીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાખડીના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાખડીના પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા ૩૦ ટકા સુધીનો વધારો કરાયો છે. આ વર્ષે રાખડી બજારમાં રૂદ્રાક્ષની, તિરંગા ડીઝાઈનની, બેસલેટ, કાર્ટુન સહિત લાઈટીંગવાળી રાખડીઓ સાથે જ કપલ રાખડીનો ક્રેઝ બજારોમાં જોવા મળી રહ્યો છે. તેમજ જૂની પરંપરા અનુસાર પણ બજારમાં સ્ટાઈલ વાડી રાખડી જોવા મળી રહી છે જે આજની જનરેશનમાં ફેશનની સાથે જૂની યાદો પણ તાજી કરાવશે. આ વર્ષે ભાઇ સાથે ભાભીને પણ રાખડી બાંધવા માટે કપલ રાખી બનાવવામાં આવી છે. જેને કપલ રાખડી નામ આપવામાં આવ્યુ છે. સાથે જ રાખડી માટે શણગારેલી ઠાલી પણ બજારમાં ઉપલબ્ધ છે.
અમદાવાદના ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ
અમદાવાદઃ અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બીજી તરફ હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે. આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.