અમદાવાદ: ભાઈ-બહેનના અટૂટ સંબંધ, પ્રેમ અને સમર્પણનો તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવાર ગુરૂવાર એટલે 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મના મોટા તહેવારોમાંથી એક છે જે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે. ત્યારે ભાઈ તેની બહેનને તેના બદલામાં ભેટ અથવા ઉપહાર આપી હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે.


રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ સમયે રક્ષાબંધન ભારતના સ્વતંત્રતા દિવસની 72મી વર્ષગાંઠના દિવસે ઉજવવામાં આવશે. આ વખતે 19 વર્ષ બાદ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો એકસાથે યોગ બન્યો છે. આ પહેલાં આ સંયોગ વર્ષ 2000માં બન્યો હતો.

15 ઓગસ્ટ 2019ના સવારે 10 કલાક 20 મીનિટથી રાત્રીના 8 કલાક 10 મીનિટ સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવે છે. ભદ્ર કાળમાં કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ જોકે આ વખતે ભદ્ર કાળ નથી.