RBI Monetary Policy: નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી MPCની બેઠકના પરિણામોની માહિતી આપી હતી અને તેમાં રેપો રેટની જાહેરાત કરી હતી.


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. રેપો રેટમાં આ વધારો સતત છઠ્ઠી વખત છે જ્યારે RBIએ ક્રેડિટ પોલિસીમાં વધારો કર્યો છે. આ રીતે, સતત 6 વખત દરોમાં વધારો કરીને, RBIએ રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે અને તે 6.50 ટકા પર આવી ગયો છે.


શું કહ્યું ઈસુદાન ગઢવીએ


RBI એ રેપો રેટ વધાર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપે ચૂંટાવા બદલ પ્રજાને રિટર્ન ગિફ્ટ આપી છે. હવે ઘર અને કારની લોન મોંઘી થશે. ઉપરાંત હપ્તાની કિંમત પણ વધી જશે.


શક્તિકાંત દાસે અન્ય શું  જાહેરાત કરી


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4 ટકાની રેન્જથી ઉપર રહેવાની શક્યતા છે. આરબીઆઈએ એમએસએફ રેટ વધારીને 6.75 ટકા કર્યો છે અને તેમાં પણ 0.25 ટકાનો વધારો થયો છે. MSF 6.50 ટકાથી વધારીને 6.75 ટકા કરવામાં આવ્યું છે.


આરબીઆઈ ગવર્નરે અન્ય પરિબળો વિશે શું કહ્યું



  • શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય રૂપિયામાં અન્ય કરન્સીની સરખામણીમાં ઓછી વોલેટિલિટી જોવા મળી છે.

  • G-Sec બજારનો સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ફરીથી લાગુ કરવામાં આવ્યો છે.

  • નાણાકીય ખાધ નાણાકીય વર્ષ 2023 ના બીજા ભાગમાં મધ્યમ રહેશે.

  • આરબીઆઈએ G-Secsના લેન્ડિંગ અને ઉધાર અંગેની મંજૂરીની દરખાસ્ત કરી છે.