અમદાવાદઃ આજથી મીનીમમ રિક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રીક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે. આજથી રીક્ષા ચાલકો મીટરથી નહિ ઉચ્ચક ભાડું વસૂલશે. ગુજરાત રીક્ષા ચાલક વેલ્ફેરના પ્રમુખની આજે વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક થવાની છે.  


બેઠકમાં હકારાત્મક નિર્ણય નહિ આવે તો સમગ્ર ગુજરાતના રીક્ષા ચાલકો હડતાળ કરશે. 4 વર્ષથી રીક્ષાભાડું વધારવાની રજૂઆત કરાઈ રહી છે. રેટ કમિટી દ્વારા ભાડું વધારવા અંગે નિર્ણય ન લેવાતાં એસોસિએશને નિર્ણય કર્યો છે. CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રીક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે. 


Ahmedabad : DJ પાર્ટીમાં જઈ રહેલી યુવતી પર યુવકે કરી દીધો છરીથી હુમલો, કોણ છે આ યુવક અને કેમ કર્યો હુમલો?


અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ઓફીસનાં મિત્રો સાથે ડી જે પાર્ટીમાં જતા રસ્તામાં યુવતી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તે એવા લોકો માટે મને છોડ્યો કહીને યુવતી પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, વચ્ચે છોડાવા પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


એલિસબ્રિજ  વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં યુવક સાથે મિત્રતા હતા અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પ્રેમી શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાથી ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. દરમિયાન શનિવારે યુવતી ઓફિસના મિત્રો સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે પૂર્વ પ્રેમી રસ્તામાં મળી ગયો હતો. તેમજ અન્ય યુવક સાથે જોઇને ઉશ્કેરાઈ ગયો હતો. 


એક્ટિવા ઊભું રખાવી યુવતીને આ તારો બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો? આવું કહીને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. તેમજ વચ્ચે પડેલા યુવકને પણ છરીના ઘા મારી દીધા હતા. બંનેને ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.