બોટાદઃ બોટાદ સાબરમતી બ્રોડગેજ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  હવે ઈન્સ્પેક્શન બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. આશરે છેલ્લા બે વર્ષથી બ્રોડગેજની કામગીરી લઈને બોટાદ સાબરમતી ટ્રેન વ્યવહાર બંધ છે. બોટાદ રેલવે સ્ટેશનના વિવિધ લોકાપર્ણ કાર્યક્રમ સમયે સાંસદ ભારતીબેન શિયાળે આ માહિતી આપી હતી. 


એકાદ મહિનામાં  ઈન્સ્પેક્શનન બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વ્યવહાર શરૂ થતાં મુસાફરોને ફાયદો થશે. બોટાદ રેલવે સ્ટેશનના વિવિધ લોકાપર્ણ કાર્યક્રમ સમયે સાંસદ ભારતીબેન શિયાળે મીડિયાને માહિતી આપી હતી.  આ ટ્રેન વ્યવહાર શરૂ થતાં અમદાવાદ અપડાઉન કરતા કર્મચારીઓ, વેપારીઓ તેમજ અન્ય મુસાફરોને ફાયદો થશે.


અમદાવાદથી હિંમતનગર સુધી ચાલતી ડેમુ ટ્રેન ડુંગરપુર સુધી લંબાવાઈ. ડુંગરપુરથી હિંમતનગર ડેમુ ટ્રેન પ્રથમવાર હિંમતનગર સ્ટેશન આવશે. સાંજે પાંચ વાગે ડેમુ ટ્રેન હિંમતનગર સ્ટેશને પહોંચશે. ડેમુ ટ્રેનનું સપ્તાહમાં છ દિવસ સંચાલન થશે.


વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકોઃ 'આપે મને ઘણું આપ્યું છે પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું'



અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળા પક્ષમાં જોડાયાના 4 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આપને અલવિદા કહેવાનું મન બનાવી ચૂક્યા છે. આજે સાંજે અથવા આવતીકાલે વિજય સુવાળા પક્ષમાથી રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત પણ કરશે. વિજય સુવાળાએ abp અસ્મિતા સાથેની ખાસ વાતમાં જણાવ્યું કે, મારા વ્યવસાયના કારણે હું આમ આદમી પાર્ટીને સમય આપી શકતો ન હતો. આપે મને ઘણું આપ્યું છે, પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું.


જોકે ભવિષ્યમાં તેઓ રાજકારણમાં આવશે, પરંતુ ક્યાં પક્ષનો ખેસ પહેરશે તે હાલ નક્કી ન હોવાનું પણ જણાવ્યું હતું. પોતે આપમાં જોડાયા બાદ અન્ય પક્ષોને લોક કલાકારનું મહત્વ સમજાયું, જેથી તમામ કલાકારોએ મારો આભાર માનવો જોઈએ તેવું પણ વિજય સુવાળાએ જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકોની સેવા કરવા માટે AAPમા જોડાયો હતો. પક્ષમાં સમય ન આપી શકતો હોવાથી છોડી રહ્યો છું. આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું, લોકસેવા નહિ. આજે અથવા કાલે પક્ષ છોડવા અંગેની સત્તાવાર જાહેરાત કરીશ. હું આપમાં જોડાયો પછી અન્ય પક્ષોને લોક કલાકારોનું મહત્વ સમજાયું. તમામ લોક કલાકારોએ મારો આભાર માનવો જોઈએ. ભવિષ્યમાં ક્યાં પક્ષમાં જોડાઈશ તે હાલ કેહવુ મુશ્કેલ છે.