અમદાવાદઃ દેશમાં વધુ એકવાર અલગ રાજ્યની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા ટ્વીટર પર  #Separate_State_Bhilpradesh ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ સાથે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 38 જિલ્લાનું અલગ રાજ્ય બનાવવાની માંગણી કરવામાં આવી છે. જેને ભીલ પ્રદેશ કહેવામાં આવ્યું છે. 










ગુજરાતના 15, મહારાષ્ટ્ર 6, રાજસ્થાનના 10 અને મધ્યપ્રદેશના 7 જિલ્લા મળીને 38 જિલ્લા સાથેનું ભીલ પ્રદેશ નામનું રાજ્ય બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. 






અલગ રાજ્યની માંગણી સાથે ટ્વીટર પર 20 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવ્યા છે. તેમજ આ આંકડો હજુ વધી રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,  વડોદરા ગ્રામીણ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાનો આ માંગણીમાં સમાવેશ કરાયો છે.