શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો તેઓ તેમને 50 હજાર રૂપિયા આપશે. આ નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવ્યો છે.
"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Shankersinh Vanghela Statement: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ત્રણ સમાજને લઈને આપેલા એક નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.

- શંકરસિંહ વાઘેલાએ ત્રણ સમાજને મેલું ઉપાડવાનો પડકાર ફેંકતા રાજકીય ગરમાવો.
- બ્રહ્મ સમાજે વિવાદિત નિવેદનનો સખત વિરોધ કરી આંદોલનની ચીમકી.
- પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ નિવેદન વખોડ્યું, કાયદાકીય કાર્યવાહીની ચીમકી.
Shankersinh Vanghela Statement: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ત્રણ સમાજને લઈને આપેલા એક નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. અમિત ચાવડાની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, "પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા આપીશ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદિવાસીઓ જે સ્થિતિમાં રહે છે તે હાલતમાં રહે તો જ ખબર પડે. આદિવાસી સમાજ સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે અને અનામત એ એ જ અન્યાયનું વળતર છે.
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ વાઘેલા પર પલટવાર કરતા જણાવ્યું કે, "બાપુનું વ્યક્તિત્વ જ વિવાદિત રહ્યું છે. ભારતમાં મેલું ઉપાડવાની પ્રથા પર પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને કહેવાને બદલે પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ. જો શંકરસિંહ વાઘેલા મારા ઘરનું મેલું ઉપાડે તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ."
આ પણ વાંચો...Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
તો બીજી તરફ, બ્રહ્મ સમાજના અગ્રણી હિરેન જોશીએ પણ આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે લાઈમલાઈટમાં આવવા માટે જ વાઘેલા આવા વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જે તેમની માનસિકતા સ્પષ્ટ કરે છે. જો શંકરસિંહ વાઘેલા પોતાનું નિવેદન પરત ખેંચીને જાહેર માફી નહીં માગે, તો તમામ સમાજના અગ્રણીઓ એક થઈને નીતિ નક્કી કરશે અને આંદોલન છેડશે. બ્રહ્મ સમાજે કહ્યું કે, શંકરસિંહે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે શંકરસિંહ દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે.
તો બીજી તરફ શંકરસિંહના નિવેદન મુદ્દે ઉમિયાધામના પ્રમુખે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉમિયાધામના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે કહ્યું કે, આ મુદ્દે મારે કઈ બોલવું નથી.
દિનેશ બાંભણિયાએ શું કહ્યું?
શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બ્રહ્મ સમાજ બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ પણ પ્રતિક્રિયા આપી છે. દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડ્યું છે. તમને જણાવીએ કે, દિનેશ બાંભણિયા ખોડલધામના ટ્રસ્ટી છે. તેમણે ઉમેર્યું કે, સમાજો વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસો છે. આ ઉપરાંત કાયદાકીય લડત લડવાની પણ બાંભણિયાએ ચીમકી આપી છે.
Before You Go
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Frequently Asked Questions
શંકરસિંહ વાઘેલાએ કયું વિવાદિત નિવેદન આપ્યું?
શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપવા પાછળ શું કારણ આપ્યું?
તેમણે જણાવ્યું કે આદિવાસીઓ જે સ્થિતિમાં રહે છે તે હાલતમાં રહે તો જ ખબર પડે. આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાયનું વળતર એટલે અનામત.
બ્રહ્મ સમાજે વાઘેલાના નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપી?
બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. યજ્ઞેશ દવેએ તેમને વિવાદિત ગણાવ્યા અને હિરેન જોશીએ માફી ન માગે તો આંદોલનની ચીમકી આપી.
શંકરસિંહના નિવેદન પર અન્ય કયા અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી છે?
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ નિવેદનને વખોડી કાઢ્યું અને તેને વર્ગવિગ્રહનો પ્રયાસ ગણાવ્યો. ઉમિયાધામના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.






















