શાંતિ બિઝનેસ સ્કૂલે   PGDM બેચ 2022-24ની મેનેજમેન્ટ એજ્યુકેશન જર્નીની શરૂઆત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2022 – બી અ ચેન્જ મેકર” સાથે કરી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત "શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર,  ડૉ. નેહા શર્માના સંબોધનથી કરવામાં આવી હતી.   આ ત્રણ દિવસના પ્રોગ્રામ સક્ષમ 2022 ની થીમ અનુક્રમે "બીગિનીંગ વીથ એન્ડ ઈન માઈન્ડ" (Beginning with end in Mind), "શાર્પન યોર સો", "લર્નિંગ ટુ વર્ક ઈન અ ટીમ " રાખવામાં આવી હતી. આ થીમ્સ વિદ્યાર્થીઓના પોતાના એરિયા ઓફ  એક્સ્પર્ટીજ અને એરિયા ઓફ ઇમ્પ્રૂવમેન્ટને રિયલાઈઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત  કરવા કારકિર્દીમાં ખીલવા માટે  વિદ્યાર્થીઓને જે નવી કુશળતા અને ક્ષમતાઓ શીખવાની જરૂર છે તે સમજવા તેમજ વિદ્યાર્થી મેનેજર્સમાં અસરકારક ટીમ પ્લેયરની ભાવના વિકસાવવા પર કેન્દ્રિત હતી.




આ કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓને "માર્કેટિંગ એપેક્સ ગ્રુપ'ના ગ્લોબલ હેડ રંજન દત્ત સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી.  તેમણે  સ્ટુડન્ટ મેનેજરોની સામે સફળતા માટે બ્લુ પ્રિન્ટ બનાવીને વિવિધ બિઝનેસ મોડલ્સમાં તેમના અનન્ય અનુભવો શેર કર્યા હતા. ગિફ્ટ સિટી ખાતે IFSCના જનરલ મેનેજર  સંદિપ શાહે GIFT સિટીનું તેમનું વિઝન અને ભવિષ્ય શેર કર્યું.  જે વૈશ્વિક નાણાકીય સેવા ક્ષેત્ર માટે હબ તરીકે રચાયેલ છે. PWC (GIFT CITY) ના  સુરેશ સ્વામીએ ટીમમાં દરેક વ્યક્તિની ગુણવત્તા અને તેની જવાબદારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવા જેવી બાબતોના મહત્વને સમજાવ્યું હતું. 


આ ઉપરાંત આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્લોબલ મોટિવેશનલ સ્પીકર અનિશ બહેતી, ઈમેજ કન્સલ્ટન્ટ  રેબેકા સુદાન,યોગ ટ્રેનર અમિત દવે, વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખ, કલાકાર શિક્ષક અને TedX સ્પીકર વોલ્ટર પીટર, ZealousWeb ના સ્થાપક કંદર્પ ભટ્ટ, સ્ટોરી સર્કલ એજ્યુસાર્થી"ના સ્થાપક યોગિતા બંસલે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્રણ દિવસીય આ ઇન્ડક્શન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.