Ahmedabad Plane Crash: અત્યાર સુધીમાં 135 DNA થયા મેચ, વિશ્વાસ હજુ સારવાર હેઠળ, જાણો અપડેટ્સ
Ahmedabad Plane Crash: 12 જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃતદેહની હાલત એટલી ખરાબ છે કે, ડીએનએ કરવા પણ એક પડકાર સમાન છે. અત્યાર સુધીમાં 135નાં મેચ થઇ ગયા છે.

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના દિવસે સર્જાયેલી ભયંકર વિમાન દુર્ધટનામાં મૃત્યુઆંક 278 પહોંચ્યો છે. 12 જૂને થયેલા પ્લેન ક્રેશના કારણે લાગેલી આગામી 241 લોકો બળીને ખાક થઇ ગયા હતા. મૃતકોની ઓળખ માટે DNA એ જ એક વિકલ્પ છે. તેથી 12 જૂનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારના સેમ્પલ લેવાયા હતા. જેમ જેમ ડીએનએ મેચ થાય છે તેમ તેમ પરિવારને શબ સોંપવામાં આવી રહ્યાં છે. આ પ્રક્રિયામાં 17 જૂન સવારે 10.45 કલાક સુધીમાં 135 DNA મેચ થયા છે અને 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા છે. સ્થાનિક 5 વ્યક્તિઓના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે,17 વ્યક્તિઓના DNA મેચ થયા નથી જેમના અન્ય પરિવારજનોના સેમ્પલ લેવાયા છે, વડોદરા 13,ખેડા 10,અમદાવાદના 30,મહેસાણા 5, બોટાદ 1,અરવલ્લી 1, ભરૂચ 4,સુરત 3,ગાંધીનગર 5 મૃતદેહ સોંપી ચુકાયા છે.
આ પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો પ્રવાસ કરી રહ્યાં હતા. જેમાં એક પેસેન્જર રમેશ વિશ્વાસની જિંદગી બચી ગઇ હતી. જો કે તેમને પણ ઇજા પહોંચી હોવાથી સારવાર હેઠળ છે. રમેશ વિશ્વાસનો ડાબા પગ બળી ગયો હોવાથી આ પગમાં અને ચહેરા પણ ઇજા પહોંચી છે. તબીબોના કહેવા મુજબ વિશ્વાસ રમેશની તબિયતમાં હાલ સુધાર થઇ રહ્યો છે. રિકવરી જોવા મળી રહી છે પરંતુ તેમ છતાં હજું સારવારની જરૂર હોવાથી તેમને ડોક્ટરના ઓબ્ર્ઝર્વેશન હેઠલ રાખવામાં આવ્યા છે. રમેશ વિશ્વાસની તબિયત સુધરતી જાય છે,તબીબો તેના પર નજર રાખી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ દ્રારા જાહેરાત કરવામાં આવી છે કે હજુ પણ ડીએએને મેચ કરવાની પ્રોસેસ ચાલું જ છે. જોકોઇ પણ પણ વ્યક્તિ આવીને કહેશે કે મારા પરિવારના સભ્ય મિસિંગ છે, તો તેમના DNA લેવાની કામગીરી કરવામાં આવશે. બ્રિટિશ એમ્બેસી દ્વારા હાલ સુધી કોઈ સમય આપવામાં આવ્યો નથી,બે તબીબોના મોત થયા હોવાની ચર્ચા શરૂ થઈ છે.પણ હકીકતમાં આ સત્ય નથી,એક તબીબ સુરતના હતા તેમનું નિધન થયું છે જે પ્લેનમાં જ હતા,અન્ય એક તબીબ પ્લેન ક્રેશના સ્થળે હાજર હોવાથી મૃત્યુ થયું છે,જે BJ મેડિકલ કે સિવિલ હોસ્પિટલનો હિસ્સો ન હતા, નોંઘનિય છે કે, BJ મેડીકલના 4 તબીબોના મોત થયા છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેઇક ઓફ થયાની મિનિટોમાં જ મેઘાણીનગરમાં બાીજે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં ભયંકર આગના ગોળા ઉઠ્યાં હતા. જેમાં પ્લેનમાં સવાર સહિત બીજે મેડિકલની મેશ અને તેની આસપાસના લોકોનો પણ ભોગ લેવા.ો હતો આ રીતે મૃત્યુઆંક 278 સુધી પહોંચ્યો છે.





















