Ahmedabad News:માતા સાથેના પુત્રના સંબંધને તાર-તાર કરતી એક ઘટના અમદાવાદના મકરબા  વિસ્તારમાં બની છે. અહીં પુત્ર પર પ્રોપર્ટીના વિવાદમાં માતાની હત્યા કર્યોનો આરોપ લાગ્યો છે, જાણીએ શું છે સમગ્ર મામલો 

અમદાવાદમાં પુત્ર પર  માતાની હત્યાનો આરોપ લાગ્યો છે. મિલકતના વિવાદમાં પુત્રએ માતાની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. ઘરના બદલામાં માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રે ગુસ્સે થઇને માતા પર ડંડાથી હુમલો કર્યો હતો જેના પગલે માતાનું મૃત્યુ થયું છે. મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં આ ઘટના બની હતી. 

અમદાવાદના મકરબા વિસ્તારમાં પુત્રએ જ માતાની હત્યા કર્યાનો  આરોપ લાગ્યો છે. .સંપત્તિ વિવાદમાં માતા અને પુત્ર વચ્ચે વાદ વિવાદ થતાં બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી. માતાએ મકાનના બદલામાં રકમ આપવાની ના કહેતા, રોષે ભરાયેલા પુત્રે માતાને લાકડાના ડંડાથી માર માર્યો હતો, ઢોરમારના કારણે મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. 

Continues below advertisement

Continues below advertisement

અમદાવાદમાં 24 કલાકમાં હત્યાની બીજી ઘટના

અમદાવાદમાં 24 કલાકમાં હત્યાની બીજી ઘટના બની છે. ગોતાના પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાદ  ઝઘડો થયો હતો. બોલાચાલી બાદ અલ્પેશ મહેતા નામના આધેડની અમિત વાઘેલા અને કેવલ વાઘેલાએ હત્યા કરી હોવાનો  આરોપ લાગ્યો છે. સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

અમદાવાદના ફતેવાડી રોડ પર જાહેરમાં મારામારી

અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી.જેનો  પુરાવો આ ઘટનાથી મળે છે,  ફતેવાડી વિસ્તારમાં એક શખ્સે જાહેરમાં છરી કાઢી એક વ્યક્તિનો કોલર પકડી ખૂબ  માર માર્યો હતો. જો કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ  માર સહન કરતા વ્યક્તિને બચાવવાનો  પ્રયાસ કરે છે પરંતુ  આ શખ્સે તેમને પણ ધમકાવ્યા હતા.આ  સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ જતાં આ ઘટનાનો વીડિયો  વાયરલ થયો છે, આ શખ્સે કેમ ક્રૂરતાપૂર્વક અન્ય શખ્સને માર માર્યો?, ઝઘડા પાછળનું કારણ શું હતું? સમગ્ર મામલે વેજલપુર પોલીસે  ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.