સુરતની યુવતીને અમદાવાદી યુવક સાથે બંધાયા શરીર સંબંધ, લિવ ઈનમાં રહીને રોજ માણતાં શરીર સુખ ને પછી.........
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2021 11:35 AM (IST)
સુરતની યુવતી અમદાવાદમાં બોયફ્રેન્ડ સાથે છેલ્લા 3 મહિનાથી લિવ-ઇનમાં રહેતી હતી. આ સમયે બંને વચ્ચે અનેકવાર શરીરસંબંધ પણ બંધાયા હતા. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ લગ્ન પહેલા જ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ સુરતની યુવતીને અમદાવાદમાં રહેતા યુવક સાથે શરીરસંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવતીએ લિવ-ઇન રિલેશનમાં પ્રેમી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને આ સંબંધને કારણે તે ગર્ભવતી બની ગઈ હતી. જોકે, પ્રેમીને જાણ થતાં તેણે પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને યુવતીને પરત સુરત મોકલી આપી હતી. આ અંગેની વિગતો એવી છે કે, સુરતની યુવતી અમદાવાદમાં બોયફ્રેન્ડ સાથે છેલ્લા 3 મહિનાથી લિવ-ઇનમાં રહેતી હતી. આ સમયે બંને વચ્ચે અનેકવાર શરીરસંબંધ પણ બંધાયા હતા. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ લગ્ન પહેલા જ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. આ અંગે તેણે પ્રેમીન સમાચાર આપતાં યુવતીની અપેક્ષાની વિરુદ્ધ પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને અત્યારે બાળકની શું જરૂર છે, તેમ જણાવી ઝઘડો શરૂ કરી દીધો હતો. તેમજ તેની સાથે સંબંધ પણ ઓછા કરી નાંખ્યા હતા. યુવતીએ સુરતથી ફોન કરીને પ્રેમીને પોતે મા બનવાની હોવાનું જણાવતા પ્રેમીએ તેને અમદાવાદ બોલાવી લીધી હતી. અમદાવાદ આવેલી યુવતી એકલી સોનોગ્રાફી કરાવવા જતી રહેતી પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને મારવા ચપ્પુ લઈને હોસ્પિટલ પહોંચી ગયો હતો. આથી ગભરાયેલી યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા તેમનું સ્થળ પર સમાધાન કરાવ્યું હતું. તેમજ યુવતીને પરત સુરત મોકલી આપી હતી. યુવતી સુરતથી અમદાવાદ આવી ત્યારે તેની પાસે પૈસા પણ નહોતા. એટલું જ નહીં, યુવતી સુરત હતી, ત્યારે તેને ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા પછી પ્રેમીને જાણ કરવા માટે અનેકવાર ફોન કર્યા હતા, પરંતુ તે ફોન ન ઉપાડતો હોવાથી ગભરાયેલી યુવતીએ ગર્ભપાતની ગોળીઓ પણ લીધી હતી.