IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
T-20 World Cup 2026: ભારતે વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી. આ દરમિયાન પોલીસ વિભાગે અનોખી રીતે ઉજવણી કરી.

T-20 World Cup 2026: ભારતે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટા અંતરથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત પર દેશભરના ચાહકો તરફથી પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે.
CASE STATUS UPDATE 🚔
— UP POLICE (@Uppolice) March 8, 2026
Earlier complaint: Ball going missing.
New complaint: Entire batting lineup going missing.
Our assessment: This is not a law & order problem.
This is Bumrah. 🎯🇮🇳#INDvNZ #T20WorldCup2026Final pic.twitter.com/218PYJQ9r6
આ દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, ભારતની જીત પર દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું હતું, જેના પછી અમદાવાદ પોલીસે રિપ્લાય કરીને મજા લીધી હતી. આ બંનેના ટ્વીટ પર હવે યુપી પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
દિલ્હી પોલીસે કર્યું આ ટ્વીટ
દિલ્હી પોલીસે તેમના ટ્વીટમાં અમદાવાદ પોલીસને ટેગ કરી હતી. જેમાં તેમણે ન્યૂઝીલેન્ડની ટીમ પર રમુજી કટાક્ષ કર્યો છે. દિલ્હી પોલીસ તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, "પ્રિય અમદાવાદ પોલીસ, તમને કીવી ટીમ તરફથી બોલ ગાયબ થવાની ફરિયાદ મળી શકે છે, આ અમારો મામલો છે, તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. બેટ્સમેન તેમને સ્ટેન્ડમાં મોકલી રહ્યા છે."
અમદાવાદ પોલીસે કંઈક આ રીતે આપ્યો જવાબ
દિલ્હી પોલીસના ટ્વીટ બાદ અમદાવાદ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ હતી. જેના જવાબમાં અમદાવાદ પોલીસે લખ્યું કે, "આ અમારા ધ્યાન પર લાવવા બદલ તમારો આભાર. મામલાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરી દેવામાં આવી છે."
આ મેટરમાં જ્યારે થઈ યૂપી પોલીસની એન્ટ્રી
આવી સ્થિતિમાં યુપી પોલીસ કેવી રીતે પાછળ રહી જાય! બંનેની જુગલબંધીમાં યુપી પોલીસનું કૂદવું સ્વાભાવિક હતું. બંનેના ટ્વીટનો જવાબ આપતા યુપી પોલીસે આખી ફરિયાદ લિસ્ટ બનાવીને પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, "મામલાની સ્થિતિ પર અપડેટ: અગાઉની ફરિયાદમાં બોલ ગાયબ થઈ ગયો હતો. નવી ફરિયાદમાં આખી બેટિંગ લાઇનઅપ ગાયબ થઈ ગઈ છે. અમારું અનુમાન છે કે આ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી. આ બુમરાહ છે." હાલમાં, ભારતની જીત પર પોલીસ તરફથી કરવામાં આવેલી આ રમુજી જુગલબંધી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.ો






















