અમદાવાદઃ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બે જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ જિલ્લામાં હવે એક્કી સંખ્યામાં જ એક્ટિવ કેસો રહ્યા છે, ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.


આ જિલ્લાઓની વાત કરીએ તો તાપી જિલ્લામાં માત્ર 2 એક્ટિવ કેસો છે, જ્યારે ડાંગ જિલ્લામાં 4 એક્ટિવ કેસ છે, ત્યારે આ બંને જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ સિવાય પોરબંદર જિલ્લામાં 15, વલસાડ જિલ્લામાં 28, સાબરકાંઠા જિલ્લામાં 43 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 50થી વધુ એક્ટિવ કેસો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1112 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 363676 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,985 એક્ટિવ કેસ છે, જ્યારે 1,47,572 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,916 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,65,233 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1 અને ગાંધીનગરમાં 1 મળી કુલ 6 લોકોનાં મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશન 80,સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, વડોદરા 41, રાજકોટ 38, જામનગર કોર્પોરેશન 37, મહેસાણા 37, સાબરકાંઠા 34, ભરૂચ 24, બનાસકાંઠા 23, પાટણ 21, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 20, નર્મદા 20, પંચમહાલ 19, અમરેલી 18, ગાંધીનગર કોર્પોરેશનમા 18 કેસ નોંધાયા હતા.

કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં ગઈ કાલે કુલ 1264 દર્દી સાજા થયા હતા અને 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,38,392 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે.