વડોદરાઃ વડોદરામાં સોખડા હરિધામ સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહેલો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સોખડા મંદિરમાં 400થી વધુ સાધુ, સંતો અને હરિભક્તોને ગેરકાયદેસર રીતે ગોંધી રખાયા હોવાની હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જેને લઇને કોર્ટે બંધકોને તત્કાલ છોડાવી કોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને હુકમ કરવામા આવ્યો છે. હરીપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ કોર્ટમાં અરજી કરી છે. જેમાં 10 હજાર કરોડ રૂપિયા સંપતિ પચાવી પાડવા માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને તેમના મળતિયાઓ બદ ઈરાદાથી વર્તી રહ્યા હોવાની કોર્ટ સમક્ષ ફરિયાદ કરાઈ છે.


ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી


વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો.  જ્યારે બુધવારે અમદાવાદમાં બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ હતુ  અને ધૂળની ડમરી સાથે પવન ફુંકાયો હતો.


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે શુક્રવારે આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી માહોલને લઈ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી આવક બંધ કરાઈ છે. બાગાયતી પાક ઉતારી લેવા અને તૈયાર ખેતપેદાશ અને ઘાસચારો સલામત સ્થળે રાખવા સૂચના અપાઈ છે. તો જામનગર શહેરમાં પણ હળવું ઝાપટું પડ્યું. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને લઈ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને ચિંતા છે કે જો માવઠું પડ્યું તો કેસર કેરીનો પાક લેતા નુકસાની વેઠવી પડશે. પોરબંદર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણને લઈ મગ અને ચોળીના પાકને નુકસાનની ભીતિ છે