શોધખોળ કરો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે માર્ચ મહિનામાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના ફળસ્વરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વરસાદનું આગમન: કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

  • હવામાન વિભાગે 18 થી 20 માર્ચ દરમિયાન વરસાદની આગાહી કરી છે:
  • 18 માર્ચ: કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં મેઘમહેર થઈ શકે છે.
  • 19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં વરસાદની આગાહી છે.        
  • 20 માર્ચ: ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.     
      
ઘેડ વિસ્તારના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય: ₹1423 કરોડની યોજનાને મંજૂરી

વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરતા ઘેડ વિસ્તાર માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષો જૂની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે કુલ 1423 કરોડ રૂપિયાની યોજનાના બીજા તબક્કાને વહીવટી મંજૂરી આપી દીધી છે.               

પ્રોજેક્ટની મુખ્ય વિગતો:

  • બે વર્ષમાં કામગીરી પૂર્ણ: ફેઝ-1 ના 17 કામો અને ફેઝ-2 ના 12 કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.      
  • નદીઓને ઊંડી કરવામાં આવશે: રાજ્ય સરકાર ઘેડ વિસ્તારની નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા અને નદીઓને ઊંડી કરવાનું આયોજન કરી રહી છે.
  • ખેડૂતોને ફાયદો: અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ સંયુક્ત સિંચાઈ યોજના પૂર્ણ થવાથી 3 જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થશે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન:
તેમણે ઉમેર્યું કે, "ઘેડ વિસ્તારના નાગરિકો માટે ધારાસભ્યોએ સતત પ્રયાસો કર્યા છે. પ્રથમ તબક્કાનું કામ અત્યારે પ્રગતિ હેઠળ છે અને જ્યાં પાણી સુકાશે ત્યાં તુરંત કામ શરૂ કરી દેવામાં આવશે. બાકીના કામો માટે ટેન્ડરની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. અગાઉ 1534 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી, જે અંતર્ગત હવે બીજા તબક્કાને પણ મંજૂરી મળી ગઈ છે."         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદ પોલીસે ઝડપી લીધો 
બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદ પોલીસે ઝડપી લીધો 
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
Advertisement

વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન
Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
CSKને મોટો ઝટકો! ધોની બાદ હવે આ બેટ્સમેન ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે IPLમાંથી થયો બહાર
CSKને મોટો ઝટકો! ધોની બાદ હવે આ બેટ્સમેન ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે IPLમાંથી થયો બહાર
અક્ષય તૃતીયા 2026: પત્ની માટે 1.5 તોલાની સોનાની બંગડી ખરીદવી છે? જાણો આજનો ભાવ અને મેકિંગ ચાર્જ
અક્ષય તૃતીયા 2026: પત્ની માટે 1.5 તોલાની સોનાની બંગડી ખરીદવી છે? જાણો આજનો ભાવ અને મેકિંગ ચાર્જ
અક્ષય તૃતીયા પર સોની બજારમાં રોનક, 9 કેરેટના દાગીનાની ભારે ડિમાન્ડ, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ
અક્ષય તૃતીયા પર સોની બજારમાં રોનક, 9 કેરેટના દાગીનાની ભારે ડિમાન્ડ, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget