અમદાવાદઃ જમાલપુર શાક માર્કેટના વેપારીઓ કેમ ઉતર્યા હડતાળ પર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2020 11:17 AM (IST)
પોલીસે માત્ર 53 વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. એમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જમાલપુર શાકમાર્કેટમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. પોલીસે માત્ર 53 વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. Apmcના વેપારીઓની હડતાળને પગલે શાકભાજીના ભાવ પર અસર જોવા મળશે. વેપારીઓની હડતાળથી શાકભાજીના ભાવ વધવાની ભીતિ છે. Ampc માર્કેટમાં 159 જેટલી દુકાનો આવેલી છે. વેપારીઓની આજે બપોરે 01:30 વાગ્યે મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી સાથે બેઠક યોજાશે.