અમદાવાદ-નવસારીમાં એક-એક ડોક્ટરનું કોરોનાથી મોત, જાણો કોણ છે આ બંને ડોક્ટર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Aug 2020 04:03 PM (IST)
અમદાવાદના ડો. સંદિપ દવે અને નવસારીના ડો. લોમેશ શાહનું કોરોનાથી મોત.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેનો સૌથી વધુ ભોગ કોરોના વોરિયર્સ બની રહ્યા છે, ત્યારે અમદાવાદ અને નવસારીમાં એક-એક ડોક્ટરનું કોરોનાથી મોત થયું છે. અમદાવાદમાં ડો. સંદિપ દવેનું કોરોનાથી મોત થયું છે. ડો. સંદિપ દવે જનરલ પ્રેક્ટિસર ડોક્ટર હતા. તેઓ અમદાવાદ ફેમિલિ ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ પણ હતા. તેમના નિધનથી અમદાવાદના તબીબોમાં દુઃખની લાગણી ફરી વળી છે. જ્યારે નવસારીના જાણીતા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર લોમેશ શાહનું સુરત ખાતે હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોનાની સારવાર માટે સુરત ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાનો ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તબિયત વધારે બગડતાં ડો. લોમેશ વેન્ટિલેટર પર હતા. હૃદય ફેલ થઈ જવાથી નિધન થયું છે. બપોરે ૨.૩૦ મિનિટે અંતિમ શ્વાસ લીધાત ડો. એસોસિએશનના પ્રમુખ ડો.અગ્રવાલે આ માહિતી આપી હતી.