Ahmedabad News: અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી હતી. ધરપકડ કરાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. બંને મહિલાઓની સાથે અન્ય બે મહિલાઓ પણ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશતી અને દુકાનદાર સોનાના દાગીના બતાવે ત્યારે તેમને વાતોમાં રાખી અથવા અન્ય બહાને નજર ચૂકવી દાગીના ચોરી કરતા હતા. 

નરોડા પોલીસે સોનાની ચુનીઓ અને કડી સહિત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. નરોડા વિસ્તારમાં આવેલા જે.જે જ્વેલર્સ નામની દુકાનમાં 24 ફેબ્રુઆરીના ચાર મહિલા એક બાળક સાથે દુકાનમાં આવી હતી, જેમાં સૌ પ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ આવી હતી. જે.જે જ્વેલર્સમાં હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુની બધું બતાવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ વસ્તુ બતાવવાનું કહ્યું અને કારીગર પાસે પાણી મંગાવ્યું હતું. આ દરમિયાન બીજા ગ્રાહક આવતા દુકાનદાર તેમને પણ વસ્તુ બતાવવા હતા, ત્યારે ચારેય મહિલાઓ તમારે વાર લાગશે કહી નીકળી ગઈ હતી. જોકે, દુકાનદારની દીકરીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ મહિલાઓ  દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

કેવી રીતે ચોરીને આપતી અંજામ?

Continues below advertisement
Continues below advertisement

નોંધનીય છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા જે.જે જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણેક વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ એક બાળક સાથે દુકાનમાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ દુકાનમાં દાખલ થઈ હતી. જે.જે જ્વેલર્સમાં હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુની બધું બતાવ્યું હતું. બાદમાં વાતોમાં ભોળવી સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. બાદમાં જ્વેલર્સના સ્ટાફને જાણ થતાં તેમણે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં મહિલાઓ નજર ચૂકવીને દાગીનાની ચોરી કરતી ઝડપાઇ ગઈ હતી. જ્વેલર્સના માલિકે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.