શોધખોળ કરો

Air India Plane Crash: પ્લેન ક્રેશ થયું ત્યાં પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, VIDEO 

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્લેન ક્રેશ થયું તે ઘટના સ્થળે પહોંચ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્લેન ક્રેશ થયું તે ઘટના સ્થળે પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ  તેમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સિવિલ હોસ્પિટલમાં પણ જવાના છે. જ્યાં તેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત થયા છે તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.  

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે ,અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક અકસ્માત સ્થળે મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી." તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે. 

પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા મૃતકોને 1-1 કરોડ આપશે ટાટા ગ્રુપ

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે." 

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ." 

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget