શોધખોળ કરો

Vande Bharat: અમદાવાદ-ઉદયપુર હવે માત્ર 4 કલાકમાં, નવી વંદે ભારત ટ્રેન થઈ મંજૂર, જાણી લો ટાઈમ 

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે.

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. મંત્રાલયે ઉદયપુર શહેર અને અસારવા (અમદાવાદ) વચ્ચે નવી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. આ ટ્રેન ઉત્તર પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવશે અને તે પ્રદેશના અર્થતંત્ર, પર્યટન અને વેપારને નોંધપાત્ર વેગ આપશે. આ ટ્રેન નિયમિત રીતે કાર્યરત થવાની તૈયારીમાં છે, જે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.

આ અઠવાડિયે બે વંદે ભારત ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવશે

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નવી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નં. 20981/82 (ઉદયપુર શહેર-આગ્રા કેન્ટ-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે  અને ટ્રેન નં. 20979/80 (ઉદયપુર શહેર-જયપુર-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે.

ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન: સમય 

અસરવા (અમદાવાદ)-ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે.

ટ્રેન નં. 26963 (ઉદયપુર શહેરથી અસારવા)
પ્રસ્થાન: 6:10 AM
આગમન: 10:25 AM

ટ્રેન નં. 26964 (અસારવા (અમદાવાદ)થી ઉદયપુર શહેર)
પ્રસ્થાન: 5:45 PM
આગમન: 10:00 PM

ટ્રેન ક્યાં રોકાશે?

ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, આ વંદે ભારત ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે. ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેન મુસાફરોને ઝડપી, આરામદાયક અને પ્રીમિયમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલ્વેની એક અત્યાધુનિક, હાઈ-સ્પીડ ટ્રેન છે, જે ખાસ કરીને ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરી માટે રચાયેલ છે. વંદે ભારત એક્સપ્રેસ અનેક રૂટ પર કાર્યરત છે, જે દિલ્હી, વારાણસી, ભોપાલ, અમદાવાદ, જયપુર, ઉદયપુર, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના મુખ્ય શહેરોમાં સેવા આપે છે. રેલવેએ તાજેતરમાં જ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન પણ શરૂ કરી છે. આગામી દિવસોમાં તેને વધુ રૂટ પર શરૂ કરવાની યોજના છે. 

વંદે ભારત દેશની સૌથી ઝડપી ટ્રેન છે, પરંતુ તેનું લેટેસ્ટ વર્ઝન 2027 માં લોન્ચ થવાનું છે.  રેલવે મંત્રાલયનો દાવો કર્યો છે કે આ ટ્રેન 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, વંદે ભારતનું વર્ઝન 4.0, આગામી 2027ના વર્ષમાં લોન્ચ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
Advertisement

વિડિઓઝ

Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થઈ ગયો મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થઈ ગયો મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Embed widget