"રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે," US ટ્રેડ ડીલ અંગે અમિત શાહની પ્રતિક્રિયા
Amit Shah Gujarat Visit: અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. તેમણે યુએસ-ભારત ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીની ટીકાનો જવાબ આપ્યો. ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે.

Amit Shah Gujarat Visit: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કોંગ્રેસ જ્યાં આક્રમક છે, તો હવે ભાજપ તરફથી ખુદ ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિક્રિયા આપતા શાહે વળતો પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
#WATCH | Gandhinagar, Gujarat: Union Home Minister Amit Shah says, "Congress government and the Congress leadership always mislead the public by telling lies. I laugh at it. In the Parliament, Congress's prince Rahul Gandhi talks about farmers. Today I want to tell him how much… pic.twitter.com/GNExQyjUcP
— ANI (@ANI) February 15, 2026
ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપતા કહ્યું છે કે, તેઓ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સાથે મંચ પર વાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. તેમણે અહીં દેશની પ્રથમ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી' આધારિત જાહેર વિતરણ પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ જૂઠું બોલે છે અને રાહુલ ગાંધી પણ ટ્રેડ ડીલને લઈને જનતા સાથે જૂઠું બોલી રહ્યા છે.
કોંગ્રેસ અને તેનું નેતૃત્વ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યું છે: શાહ
શાહે કહ્યું કે કોંગ્રેસ અને તેમનું નેતૃત્વ જૂઠું બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસના 'શહજાદા' રાહુલ ગાંધી દેશની સંસદમાં ખેડૂતોની વાત કરે છે. તમે યુપીએના 10 વર્ષમાં ખેડૂતોનું કેટલું અનાજ ખરીદ્યું? અમે તમારા કરતા 15 ગણું વધુ અનાજ MSP પર ખરીદ્યું છે. શાહે દાવો કર્યો હતો કે યુપીએના સમયે ખેડૂતોનું બજેટ 26,000 કરોડ હતું, જેને પીએમ મોદીએ વધારીને 1,29,000 કરોડ કર્યું છે. તમે 70 વર્ષમાં ખેડૂતોના લોન માફ કરીને તેમને છેતરવાનું કામ કર્યું. મોદીજી છેલ્લા 10 વર્ષથી દરેક ખેડૂતના બેંક ખાતામાં 6,000 રૂપિયા મોકલે છે, જેથી લોન લેવાની નૌબત જ ન આવે.
અમિત શાહે રાહુલ ગાંધીને આપી ઓપન ચેલેન્જ
ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપતા શાહે કહ્યું, "હું રાહુલ ગાંધીજીને ચેલેન્જ કરું છું. તેઓ કોઈ પણ મંચ નક્કી કરી લે, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ આવીને તમારી સાથે ચર્ચા કરી લેશે કે નુકસાન કોણે કર્યું છે."
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, "હું આ મંચ પરથી ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે રાહુલ ગાંધી જૂઠું બોલી રહ્યા છે. મોદીજીએ બંને ટ્રેડ ડીલમાં ખેડૂતોને સુરક્ષિત રાખ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ પશુપાલકો, માછીમારો અને ખેડૂતોને ખાતરી આપવા માંગે છે કે ભાજપ સરકારમાં તમારા હિતોને કોઈ નુકસાન થશે નહીં.























