Gujarat Rain: હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, અનુમાન મુજબ આજે વહેલી સવારે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.


 



રાજયમાં ચોમાસાની વિધિવત શરૂઆત


લાંબી પ્રતિક્ષા બાદ આખરે હવે ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં રાજયભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.


ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈને મહત્વની માહિતી હવામાન વિભાગે આપી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. આગામી બે દિવસમાં આખા ગુજરાતમાં  ચોમાસાને એન્ટ્રી થઇ જશે.અંદાજે 10 દિવસ ગુજરાતમાં ચોમાસની મોડી એન્ટ્રી થઇ છે. રાજ્યમાં  ચોમાસાનો વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે રાહતના  સમાચાર છે. આગામી પાંચ દિવસ અમદાવાદ, સુરત, વડોદરામાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.


ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીં ભાવગનર સહિત  ઘોઘા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. ખોખરા, સિદસર, વાળુકડ સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થઇ હતી.તાલાલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આકોલાવાડી, ધાવા, સુરવા, માધપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ચોમાસાની શરૂઆતના આ વરસાદથી મગફળી,સોયાબિન સહીતના પાકને  ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.






છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ



  • સૌથી વધારે પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખેડાના માતરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લોધિકા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ડેસર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં આણંદ, પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ઉમરેઠ, હાલોલ, નડીયાદમાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં જેસર, કાલોલ, સોજીત્રામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાવલી, ઠાસરા, ઉમરગામમાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં મહેમદાબાદ, તારાપુરમાં પોણા બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ઘોઘંબા, ધાનપુરમાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વડોદરા, ગળતેશ્વરમાં એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વિજાપુર, દાહોદ, વલસાડમાં એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં રાજુલા, પાદરામાં પોણો ઈંચ વરસાદ

  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું

  • ચોમાસાના આગમન પહેલા અમદાવાદમાં વરસાદી માહોલ

  • અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ

  • એસજી હાઈવે, સોલા, ગોતા વિસ્તારમાં વરસાદ

  • સાયંસ સિટી, થલતેજ વિસ્તારમાં વરસાદ

  • રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર

  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું

  • રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ

  • પ્રિ-મોનસૂન એક્ટિવિટીથી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial