આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather: રાજ્યમાં હાલ ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેશે.

Gujarat Weather: રાજ્યમાં હાલ ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. જોકે, આ સમયગાળા બાદ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે. હાલમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
આજની વાત કરીએ તો, કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સિઝનનો આજનો દિવસ સૌથી ઠંડો રહ્યો છે. અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો, રાજકોટમાં 9.4 ડિગ્રી, ડીસામાં 10.1 ડિગ્રી અને અમદાવાદમાં 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે પણ આગામી 20 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઇ રાહત ન મળવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનો અનુમાન છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઠંડીની સાથે થોડી પવનની ગતિ પણ રહેશે, ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન પણ નીચે જતાં સારી ઠંડી પડી રહી છે.
ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લામાં દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે ગયું છે તો રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે જેના કારણે આગામી દિવસોમાં ઠંડીની સ્થિતિ પણ યથાવત રહેશે એટલે કે 20 જાન્યુઆરી સુધી સારી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે, નોંધનિય છે કે, ગુજરાતમાં આ વર્ષે ડિેસમ્બરમાં નહિવત ઠંડી પડી હતી જો કે જાન્યુઆરીની શરૂઆતથી શિયાળે જમાવટ કરી છે. જ્યાં સુધી ઉત્તર ભારતના ઠંડા પવનને અવરોધતું કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ નહિ સર્જાઇ ત્યાં સુધી ઠંડા પવન આવતા જ રહેશે અને ગુજરાતમાં ઠંડી પડતી રહેશે,ઉલ્લેખનિય છે કે, ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે અને કોલ્ડવેવની સ્થિતિ છે. જેની અસરથી ગુજરાતમાં સારી ઠંડી પડી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું...દિવસભર ફૂંકાયેલા પવનના કારણે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યું છે...અમદાવાદનું મહત્તમ તાપમાન 26.5 અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. દિલ્લી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર યથાવત છે. દિલ્લીમાં તાપમાન ગગડીને 5.8 ડિગ્રીએ પહોંચ્યું છે. 13 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસનું અલર્ટ..પહાડી રાજ્યોમાં હિમવર્ષાની પણ ચેતવણી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી વધુ તીવ્ર બનશે. કોલ્ડવેવ મોજું ચાલુ રહેવાની શક્યતા છે, અને ઘણા વિસ્તારોમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઠંડીની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી પાંચથી સાત દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.





















