અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં શહેરની વધુ પાંચ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાઈ છે જ્યારે સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા આ નિર્ણયના કારણે શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 303થી ઘટીને 298 થઇ ગઇ છે. શહેરમાં ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં નવા કેસો નોંધાતાં આ વિસ્તારની સોસાયટીને પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકી દેવાઈ છે.

શહેરમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન નીચે પ્રમાણે છે.

· કંજિલ એપાર્ટમેન્ટ, મણિનગરઃ 12 ઘર ( 50 લોકો)

· દેવછાયા સોસાયટી, નારણપુરાઃ 20 ઘર ( 65 લોકો)

· પુરુસારથીનગર, સ્ટેડિયમઃ 55 ઘર ( 205 લોકો)

· અક્ષર પ્રથમ, ચાંદલોડિયાઃ 30 ઘર ( 120 લોકો)

· સ્થાપત્ય એપાર્ટમેન્ટ, થલતેજઃ 20 ઘર ( 80 લોકો)

બીજી તરફ અમદાવાદ શહેરમાં નીચેના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર કરાયા છે.

મણિનગરમાં શુકન એવન્યૂ

મણિનગરની ગંગેશ્વર સોસાયટી

ઘોડાસરની જયકૃષ્ણ સોસાયટી

કાંકરિયાનો નૂર એપાર્ટમેન્ટ

સાઉથ બોપલમાંસફલ પરિસર

બોડકદેવમાં પ્રેરણા ટાવર

બોડકદેવમાં દીપ ટાવર

ચાંદલોડિયામાં પુષ્પરાજ રેસીડેન્સી

સાઉથ બોપલમાં આરોહી રેસીડેન્સી

સાઉથ બોપલમાં આરોહી હોમ્સ