અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનમાં બેઠા બેઠા બાબાખાન અમદાવાદમાં આતંકી મોડ્યુલ ચલાવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૩ સ્થાનિક આરોપીની ધરપકડ કરી છે.  સ્થાનિક રીઢા આરોપીઓને આતંકી સંગઠન સાથે જોડવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ૩ આરોપીની ધરપકડ બાદ પુછપરછમાં ખુલાસો થયો છે. આરોપી કયા સંગઠન સાથે સંકળાયેલા તે પ્રશ્નમાં જાહેરાત કરાઇ.


નવી ટેરર મોડ્યુલથી દેશની આંતરીક સુરક્ષા જોખમાય તેનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. એક વિદેશી વ્યક્તિ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે uapa એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રાઈમબ્રાંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ISISના એજન્ટ્સ મારફતે ભારતીય નાગરીકોને પ્રલોભન આપી દેશની આંતરીક સુરક્ષા જોખમમાં મુકી રહ્યા છે. રેવડી બજારમાં એક્સ્ટ્રા ગલી ખાતે પાંચ દુકાનોમાં આગ લગાવી હતી. બાબા ખાન પઠાણના પ્લાનિંગનો પર્દાફાશ થયો છે. 
 
બાબા ખાનના સંપર્કમાં પ્રવિણ નામનો આરોપી આવ્યો હતો. ક્રિમિનલ દિમાગ ધરાવતા લોકોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલાતી હતી. તપાસમાં 1.50 લાખનો હવાલો વાયા દુબઈથી આવ્યાનો ખુલાસો થયો છે. તપાસમાં કરાચીનું આઈપી એડ્રેસ મળી આવ્યું છે. જાન્યુઆરી 2020થી આ ષડયંત્ર ચાલતું હતું. આગ લગાવી મોટુ નુકસાન લગાવાની વિચારણા હતી. યુક્રેન અને આફ્રિકાના નંબર આરોપીઓ વાપરતા હતા. આરોપીઓ આગ લગાવી વીડિયો મોકલતા હતા.


ઝડપાયેલ આરોપીએ માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 


અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દેશની આંતરિક સુરક્ષાને જોખમ ઉભું કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાંચને તપાસ દરમિયાન સીસીટીવીમાં કેટલા શખ્સો પેટ્રોલની બોટલ લઈ જતા નજર પડ્યા હતા. એક્ટિવા પર જતાં લોકો નજર પડતા તપાસ કરતા નવા ટેરર મોડ્યુલ પર્દાફાશ થયો છે. 


ISISએ નવા મોડ્યુલની શરૂઆત કરી હતી. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા છે. ભૂપેન્દ્રનો ફેસબુકથી બાબા ઉર્ફે બાબુનો સંપર્ક થયો હતો. ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપી ધરપકડ કરી જેમાના એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.