ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ આગામી પાંચ દિવસ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. નોંધનીય છે કે, રવિવારે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સિઝનનો 122 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં તેમજ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં ટ્રો સર્જાયું છે. ગુજરાતના માથે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સોમવારે સુરત-નવસારી-વલસાડ-દમણ-દ્વારકા-જુનાગઢ-અમરેલી-ગીર સોમનાથ-દીવમાં, મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, -અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે.
આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણમાં વરસાદ પડશે. જ્યારે ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હજુ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે? જાણો કયા દિવસે ક્યાં વરસાદની આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2020 08:39 AM (IST)
ગુજરાતના માથે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -