શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

Ahmedabad: મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારવાના આરોપમાં મહિલા PSI સોનલ રાઠોડને ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં દિવ્યાંગ વેપારીને માર મારતા મહિલા PSI સસ્પેન્ડ.
  • પાન પાર્લર પર બાળકને અજાણતા વાગતા વિવાદ સર્જાયો.
  • PSIએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વેપારીને ઢોર માર માર્યો.
  • મહિલા PSI અને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ.

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSI પર પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારવાના આરોપમાં મહિલા PSI સોનલ રાઠોડને ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે.

ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ અને તેના પતિ પર પ્રજ્ઞાચક્ષુ વેપારીને પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર મારવાનો આરોપ છે. પંચવટી વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી પાન પાર્લર ચલાવતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને પડીકુ તૂટવાનો અવાજ આવતા હાથ મારતા બાળકને વાગ્યો હતો. બાદમાં બાળકના પિતાએ આવીને ગોપાલભાઈ સાથે બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ જાણ કરતા પોલીસ ગોપાલભાઈને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનલ રાઠોડે પોલીસ સ્ટેશન આવી ગોપાલભાઈ સાથે અભદ્ર ભાષામાં બોલાચાલી કરીને ગડદાપાટુનો માર મારી લાકડીઓ ફટકારી ખાખીનો રૌફ જમાવ્યો હતો. 

હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યા છતા ખાખીના નશામાં મહિલા PSI ગોપાલભાઈ સાથે મારઝૂડ ચાલુ રાખી હતી. PSI ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હોવા છતા કોઈપણ મંજૂરી વગર ફરજનું સ્થળ છોડી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આવી દિવ્યાંગ સાથે મારઝૂડ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PIએ એસપીને રિપોર્ટ કર્યો હતો. જેથી મહિલા PSI સોનલ રાઠોડને તાત્કાલિક ફરજ મોકૂફ કરી દેવાયા છે. તો ગોપાલભાઈની ફરિયાદના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મહિલા PSI સોનલ રાઠોડ અને તેમના પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. 

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનો આરોપ છે કે મહિલા PSI સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને તેમને માર માર્યો હતો. વૃદ્ધને આંખ પર લાફો મારવામાં આવતા તેમની આંખ લાલ થઈ ગઈ હતી. ઘટનામાં ઇજા પહોંચતા ગોપાલભાઈને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.                                                                          

Frequently Asked Questions

અમદાવાદમાં કઈ ઘટનાને પગલે મહિલા PSI સસ્પેન્ડ થયા?

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાના આરોપસર મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ થયેલ મહિલા PSI નું નામ શું છે અને તેઓ ક્યાં ફરજ બજાવતા હતા?

સસ્પેન્ડ થયેલ મહિલા PSI નું નામ સોનલ રાઠોડ છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

પ્રજ્ઞાચક્ષુ વેપારીનું નામ શું છે અને તેમને પોલીસ સ્ટેશન શા માટે લાવવામાં આવ્યા હતા?

પ્રજ્ઞાચક્ષુ વેપારીનું નામ ગોપાલભાઈ દરજી છે. એક બાળકને ભૂલથી વાગ્યા બાદ તેના પિતાની ફરિયાદ પર તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

મહિલા PSI સોનલ રાઠોડ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?

મહિલા PSI સોનલ રાઠોડને તાત્કાલિક ફરજ મોકૂફ કરી દેવાયા છે. ઉપરાંત, ગોપાલભાઈની ફરિયાદના આધારે તેમના અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Embed widget