અમદાવાદના એસપી રિંગ રોડ મહિલા પર ગેંગરેપની ઘટના બની હતી. 25 વર્ષના બે અજાણ્યા શખ્સો મહિલાને મજૂરી કામ કરવાના બહાને વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા અને ત્યાં તેની પર ગેંગરેપ કર્યો હતો. બંને નરાધમો મહિલાને માર મારી બળાત્કાર ગુજારતાં રહ્યાં. એટલું જ નહીં મહિલાની પાસે જેટલી પણ રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાં. સાબરમતી પોલીસે ગેંગરેપ, મારામારી અને લૂંટનો ગુનો નોંધી બળાત્કારીઓને શોધવા તજવીજ શરૂ કરી છે.
શહેરના નવા વાડજના ભાવસાર હોસ્ટેલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 35 વર્ષની મહિલાને પાંચ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો સાથે મુલાકાત થઈ હતી. તે દરમિયાન બાંધકામ સાઈટ પર મજૂરી કામ અપાવવાના બહાને તેને બેસાડી અને ઝુંડાલ સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ તરફ બનતી એક સાઈટ પાસે લઈ ગયા હતા.
ત્યાર બાદ રેલવેને પાટા પાસે આવેલી બાવળની ઝાડીઓમાં મહિલાને બંને શખ્સ લઈ ગયા હતા. જ્યાં બંનેએ મહિલાને નિર્વસ્ત્ર કરી નાખી હતી તેની સાથે જબરદસ્તી કરી બંનેએ વારાફરથી મહિલા પર ગેંગરેપ કર્યો હતો. બંનેએ મહિલા પર બળજબરીપૂર્વક રેપ કર્યો હતો. મહિલાએ વિરોધ કર્યો તો બન્ને શખ્સોએ તેને માર માર્યો હતો.
બંને શખ્સોએ મહિલાને માર મારી તેના પર ગેંગરેપ ગુજાર્યા બાદ તેની પાસે રહેલો મોબાઈલ અને રોકડ રકમ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. મહિલા જેમ તેમ કરી અને બહાર રોડ પર પહોંચી જ્યાં મદદ માગી રહી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદના વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બે અજાણ્યો શખ્સો મહિલાને ઝાડીઓમાં લઈ ગયા પછી કર્યો ગેંગરેપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2020 08:46 AM (IST)
અમદાવાદના એસપી રિંગ રોડ મહિલા પર ગેંગરેપની ઘટના બની હતી. 25 વર્ષના બે અજાણ્યા શખ્સો મહિલાને મજૂરી કામ કરવાના બહાને વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા અને ત્યાં તેની પર ગેંગરેપ કર્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -