સુરત: ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચૂકી છે. તેમ છતાં પણ લોકોની બદરકારીના દ્રશ્યો સામે આવે છે. સુરતમાં શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી.સુરતની સહારા દરવાજા વિસ્તાર ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી. અહીં લોકો ન તો માસ્કમાં જોવા મળ્યાં કે ન તો સામાજીક અંતરનું નામોનિશાન જોવા મળ્યું. શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનો છેદ ઉડતો જોવા મળ્યો.
ઓમિક્રોન વાયરસના ભારતમાં ગુજરાત સહિત પાંચ કેસ નોંધાયા છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનના પ્રથમ કેસ મળ્યુ હતું. જો કે તેમ છતાં પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે.આ બાજુ જામનગર બાદ સુરેન્દ્રનગરમાં રાજ્યનો બીજો ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.
મળતી જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકાથી લિંબડી આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલ તપાસ અંગે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ ઓમિક્રોન વેરિઅન્ટના સેમ્પલનો રિપોર્ટ આવશે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે એન્ટ્રી કરી છે. મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં વિદેશથી પરત આવેલા એક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના નિર્દેશકે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે ગુજરાતમાં એક 72 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં ચાર કેસની પુષ્ટિ થઈ છે. જેમાં પહેલા બે કેસ કર્ણાટકમાં અને ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયા છે. કર્ણાટકમાં સંક્રમિત મળી આવેલા બંને લોકોની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષની હતી.