Gujrat Election 2022:વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે. ભાજપ જીત ફરી એકવાર ગુજરાતના ગઢને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આજથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. 6 દિવસના ગુજરાત રોકાણ દરમિયાન શું છે તેના વિશેષ કાર્યક્રમ


કેન્દ્રીય ગૃહમંત્રી આજથી 6 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેનો વલસાડમાં કાર્યક્રમ છે તો આવનાર દિવસોમાં અમિત શાહ વડોદરા અને બનાસકાંઠામાં  દિવાળી અને બેસતુ વર્ષ કાર્યકરો સાથે અને વિશેષ કાર્યક્રમમાં વિતાવશે. પ્રવાસ દરમિયાન તેઓ   પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથના દર્શન કરશે.


કેન્દ્રીય ગૃહમંત્રી 21 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી એમ 6 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 4 જોનમાં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરશે. અમિત શાહ બેસતુ વર્ષ કાર્યકરો સાથે મનાવશે. તેઓ 4 ઝોનના સ્થાનિક કાર્યકરોની સાથે બેઠક કરશે  આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે,


PM મોદી 31 ઓક્ટોબર ગુજરાત આવશે


ફરીએકવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરે તેઓ બનાસકાંઠના થરાદની મુલાકાતે હશે અને આ સમય દરમિયાન વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે. તેઓ થરાદમાં એક જંગી જનસભાને પણ સંબોધશે. ઉલ્લેખનિય છે કે આવ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપની એન્ટ્રી થતાં જંગ રસપ્રદ બની છે. એક બાજુ કેજરીવાલ ભાજપના ગઢ ગુજરાતને જીતના માટે માસ્ટરપ્લાન તૈયાર કરી રહ્યાં છે તો બીજી તરફ ભાજપ પણ સક્રિયતાથી ફરી ગુજરાતના ગઢને જીતવાના પ્લાનિંગ પર સક્રિયતાથી કામ કરી રહી છે.


Gujarat Election 2022: ભાજપના નેતાએ રાહુલ ગાંધીની સરખામણી ‘કમા’ સાથે કરતા વિવાદ


Gujarat Election 2022: જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના વિવાદિત નિવેદનો પણ સામે આવવા લાગ્યા છે. હવે મધ્ય પ્રદેશના નેતાએ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.


 જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના વિવાદિત નિવેદનો પણ સામે આવવા લાગ્યા છે. હવે મધ્ય પ્રદેશના નેતાએ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ હાલમાં ગુજરાત 


આ અવસરે તેમણે ભાજપનાં આગેવાનો અને કાર્યકરોને દાંતા બેઠક પર જીત માટે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જો કે ચૂંટણી જીતવાના મંત્ર વચ્ચે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપતા લોકોની ટીકાનો ભોગ બન્યા છે.  વિશ્વાસ કૈલાશે રાહુલ ગાંધીની તુલના કમા સાથે કરતા વિવાદ સર્જાયો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત જોડો યાત્રા દરમ્યાન ભારત તોડવાવાળાને ગળે લગાવે છે  પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર યુવતી સિવાય કોઈના મળ્યું. 





તો બીજી તરફ આ મામલે ગોપાલ ઈટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. સુરત આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફ્રાસ કરવામાં આવી હતી. પંજાબ સરકાર દ્વારા આજરોજ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા પંજાબ સરકાર દ્વારા ત્યાંની જનતા સાથે આ વાયદો કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી આપેલા વાયદા તમામ પૂર્ણ કરે છે. ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ થોડા દિવસ પહેલા પોતપોતાના મુદ્દાઓને લઈને જે વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને નિવેદન કરું છું કે, એક મોકો આમ આદમી પાર્ટીને આપવામાં આવે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી દ્વારા છછૂંદર જેવા કાળા નાગ કહ્યા એના જવાબમાં જણાવ્યું કે કેજરીવાલને અનાબ સનાબ કહેવામાં આવે છે જનતા જવાબ આપશે. રાહુલ ગાંધીની તુલના કમા સાથે કરાઈ તેના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે કમા દેવના માણસ છે, BJP એ વખાણ કર્યા કહેવાય. 


ભાજપના ધારાસભ્યની તબિયત લથડી


ગુજરાત ભાજપના  ધારાસભ્ય બલરામ થાવાણીની તબિયત લથડી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઝાડા, ઉલટી અને શરીર ફૂલી જતા દાખલ કરાયા છે. ધારાસભ્યને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ ખાતે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા.  Vip પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં નાસ્તો કર્યો હતો. મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સિવિલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ. ભાજપના નરોડા બેઠકના ધારાસભ્ય છે બલરામ થાવાણી.