48th Emergency Anniversary: વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા  રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.


વર્ષ 1975માં 25 જૂને ભારતમાં  ઈમરજન્સી લાદવામાં આવી હતી. જેને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. 21 મહિના સુધી ચાલી રહેલી આંતરિક કટોકટીની વર્ષગાંઠના અવસર પર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે.  અન્ય રાજકીય પક્ષોએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓ કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને ન ભૂંસી શકાય તેવું  કલંક ગણાવ્યું.






 


એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "1975માં આ દિવસે એક પરિવારે લોકોના અધિકારો છીનવીને અને સત્તા ગુમાવવાના ડરથી લોકશાહીની હત્યા કરીને દેશમાં ઈમરજન્સી લાદી હતી."


ન ભૂસી શકાય તેવું કલંક





તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે, “સત્તા ખાતર લાદવામાં આવેલી કટોકટી કોંગ્રેસની સરમુખત્યારશાહી માનસિકતાનું પ્રતિક અને ન મિટાવી શકાય તેવું કલંક છે. તે મુશ્કેલ સમયમાં લાખો લોકોએ અનેક યાતનાઓ સહન કરીને લોકશાહીને પુનર્જીવિત કરવા સંઘર્ષ કર્યો. હું એ તમામ દેશભક્તોને હૃદયપૂર્વક વંદન કરું છું.


આ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય લોકશાહીના ઈતિહાસમાં 48 વર્ષ પછી પણ ઈમરજન્સીને કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. જે રીતે બંધારણને તાક પર   રાખીને રાતોરાત ઈમરજન્સી લાદવામાં આવી હતી તે આજે પણ સત્તાના દુરુપયોગ, મનસ્વીતા અને સરમુખત્યારશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે.


બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ભારતની મહાન લોકશાહીને અકબંધ રાખવા માટે ડર્યા વિના, ડગમગ્યા વિના, ઝૂક્યા વિના ક્રૂર સરમુખત્યારશાહીનો ઉગ્રતાથી પ્રતિકાર કરનારા તમામ શહીદોને સલામ!


સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટમાં ઈમરજન્સીના નિર્ણયની ટીકા કરતા તેમણે ભાજપ પર પણ  નિશાન સાધ્યું હતું.


તેમણે કહ્યું, “25 જૂન 1975ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીનું સૌથી દુ:ખદ પ્રકરણ હતું. જેઓ એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરતા હતા, આજે તેઓ સત્તા પર બેસીને જનતા પર અઘોષિત ઈમરજન્સી લાદી દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા છે. ઈમરજન્સી સામે ઉઠેલા દરેક અવાજને સલામ.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial