Andhra Pradesh Violent:આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. શુક્રવારે (16 ડિસેમ્બર) મોડી રાત્રે પલનાડુ જિલ્લાના માચરેલા વિસ્તારમાં બંને પક્ષના સમર્થકો વચ્ચે આ અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો, તોડફોડ અને આગચંપી થઈ હતી. બંને પક્ષના સમર્થકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મોડી રાત્રે હંગામો વધતો જોઈને સ્થાનિક પ્રશાસને કલમ 144 લગાવી દીધી છે.


 આ દરમિયાન પોલીસે ટીડીપી નેતા જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની ધરપકડ કરી છે. પલાનાડુના પોલીસ અધિક્ષક વાય રવિશંકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો અને જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો."


છેલ્લા 20 થી 30 વર્ષથી પક્ષના હુમલાઓ ચાલી રહ્યા છે.


એક પોલીસ અધિકારીએ કહ્યું, "આ બે સમર્થકો વચ્ચેની રાજકીય લડાઈ નથી. આ વિસ્તારમાં છેલ્લા 20 થી 30 વર્ષથી આ પક્ષપાતી હુમલાઓ થઈ રહ્યા છે." આ મામલે કાર્યવાહી કરતા પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. "સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે,"       


બંને પક્ષના લોકો સામે કેસ દાખલ


પોલીસ અધિકારી રવિશંકરે જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં  કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઘટના પછી, જૂથના નેતાઓ રાજકીય પક્ષોનો ટેકો લઈ રહ્યા છે અને તેમાંથી ઘણા માચેરલા શહેરની આસપાસના ગામોમાં રહે છે. બંને પક્ષો પર કેસ નોંધવામાં આવ્યા છે. "તમામ આરોપીઓ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. સવાર સુધીમાં બધું નિયંત્રણમાં આવી જશે."


 જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ TDP દ્વારા રાજ્યવ્યાપી આંદોલન


તેલુગુ દેશમ પાર્ટી (TDP) તરફથી જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં આંદોલન ચાલી રહ્યું છે. માછરેલામાં શુક્રવારે મોડી રાત્રે આ આંદોલનમાં હિંસક ઝડપ પણ થઇ હતી બાદ આ વિસ્તારમાં કલમ 144  લગાવાઇ છે.  


Mehsana: ભાજપના નગર સેવક સામે પત્નીએ કેમ નોંધાવી ફરિયાદ ? જાણો વિગત


Mehsana News:  મહેસાણામાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાના મામલે નગર સેવક સલીમ વ્હોરા સામેઇ ફરિયાદ નોંધાઈ છે. પત્ની સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીએ ટ્રિપલ તલાક આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ,સાસુ,નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.