Arvind Kejriwal in Janta ki Adalat News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જંતર-મંતર ખાતે આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, "આ નેતાઓ (ભાજપ) કેસ અને મુકદ્દમાની પરવા કરતા નથી, તેમની ચામડી જાડી છે. જો કે, હું એવો નથી. હું નેતા નથી, મારી જાડી ચામડી નથી. મને કોઇ ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે તો ફરક પડે છે, હું ખૂબ જ દુઃખી છું તેથી મેં રાજીનામું આપ્યું. મેં મારા જીવનમાં ફક્ત આદર અને પ્રામાણિકતા જ મેળવી છે. મારી પાસે મારી બેંકમાં પૈસા નથી."
'દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી'
સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "10 વર્ષ પછી મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પછી હું મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઈશ. આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી."
'જો હું બેઈમાન હોત તો બધા પૈસા ખાઈ ગયો હોત' - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, "જો હું બેઈમાન હોત તો દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત? વીજળીનું બિલ મફતકરવા માટે 3,000 કરોડ રૂપિયા લાગે છે. જો હું બેઈમાન હોત તો હું દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત, હું પૈસા ખાઇ ગયો હોત તો મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને મફત મુસાફરીનું કામ કેવી રીતે કરી શક્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, 22 રાજ્યોમાં સરકાર છે પરંતુ ક્યાંક વીજળી મફત નથી, ક્યાંક મહિલાઓ માટે મુસાફરી મફત નથી, તો પછી ચોર કોણ છે?
તમામ 70 વિધાનસભાઓમાં લોક દરબાર યોજાશે
નોંધનીય છે કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી યોજનાઓ હેઠળ અરવિંદ કેજરીવાલ તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં જનતા અદાલત યોજશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાને સવાલ પણ પૂછીશું કે શું આમ આદમી પાર્ટીની સરકાર ઈમાનદાર સરકાર છે કે નહીં? તે એમ પણ પૂછશે કે લોકો તેને પ્રામાણિક માને છે કે નહીં?
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15મી સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે તેમણે સીએમ પદ છોડી દીધું હતું. AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જનતાની અદાલતમાં પ્રમાણિક સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહિ.