બિગ બોસ સીઝન 17 ના વિજેતા અને કોમેડિયન મુનાવર ફારુકીનું ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ચાહકો તેની એક ઝલક જોવા માટે તત્પર હોય  છે. મંગળવારે મુનાવર ફારુકી ઈફ્તાર પાર્ટી માટે મોહમ્મદ અલી રોડ પર ગયો હતો. જ્યાં તેમના પર લોકોએ ઇંડા ફેંક્યા


બિગ બોસ સીઝન 17 ના વિજેતા અને કોમેડિયન મુનાવર ફારુકીની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ચાહકો તેની એક ઝલક જોવા માટે હંમેશા તૈયાર હોય છે. મંગળવારે મુનાવર ફારુકી ઈફ્તાર પાર્ટી માટે મોહમ્મદ અલી રોડ પર ગયો હતો. મિનારા મસ્જિદ પાસે અખ્તર નુરાની મીઠાઈની દુકાન પર પહોંચ્યા પછી, મુનવ્વર ફારુકીના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા, પરંતુ  અહીં વાતાવરણ ત્યારે ગરમાયું  જ્યારે કેટલાક લોકોએ હાસ્ય કલાકાર પર ઇંડા ફેંકવાનું શરૂ કર્યું.


વેબસાઈટ ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ મીઠાઈની દુકાનના માલિક અખ્તર નૂરાનીએ પાયધોની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં, તેમણે  આરોપ મૂક્યો હતો કે, હરીફ દુકાનના માલિક અને અરાજકતા ફેલાવનારા કેટલાક લોકો ગુસ્સે હતા કે બિગ બોસ 17 ના વિજેતા મુનવર ફારુકીએ તેમની દુકાનની મુલાકાત કેમ ન લીધી. જેના કારણે ફારૂક પર ઈંડા ફેંકવા લાગ્યા. આ મામલામાં પોલીસ અધિકારીઓએ ઈંડા ફેંકવાના આરોપમાં હોટલ માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને નોટિસ આપી છે.


અખ્તર નૂરાનીએ આરોપ લગાવ્યો કે, અન્ય દુકાનદારોના માલિકોએ તેમના   કર્મચારીઓએ મુનવ્વર પર ઈંડા ફેંક્યા અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુનવ્વર તેના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે પરંતુ આ દરમિયાન જ અચાનક લોકો મીઠાઈની દુકાન અને તેમના પર ઇંડા ફેંકવાનું શરૂ કરે છે. આ ઘટના બાદ વાતાવરણ ગરમાયું હતું. . આ કેસમાં પાયધોની પોલીસે 7 વ્યક્તિઓ સામે રમખાણ, ધાકધમકી અને ગેરકાયદેસરતા સહિતની વિવિધ કલમો હેઠળ આરોપો નોંધ્યા છે. તેને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 41A હેઠળ નોટિસ પણ આપવામાં આવી હતી.