Asia Cup 2023:આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાન લખવામાં આવશે. તેની પાછળનું કારણ એ છે કે એશિયા કપ 2023નું યજમાન દેશ પાકિસ્તાન છે અને ટીમની જર્સી પાકિસ્તાન એશિયા 2023 સાથે પ્રિન્ટ કરવામાં આવશે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પહેલીવાર પાકિસ્તાન લખેલી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આ બંને દેશોના ક્રિકેટ ચાહકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક અનોખો અનુભવ હશે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની જર્સી પર પાકિસ્તાન લખેલું છે. આ ફોટો પર ફેન્સના રિએક્શન પણ આવવા લાગ્યા છે. એવું માનવામાં આવે છે કે આવું એટલા માટે થશે કારણ કે પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન રાષ્ટ્ર છે. જ્યાં સુધી ટૂર્નામેન્ટની વાત છે તો ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ શકે છે. જો બંને ટીમ ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ જોવા મળશે.






ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય


એશિયા કપને લઈને પહેલાથી જ ઘણો વિવાદ થઈ ચૂક્યો છે અને બંને દેશો વચ્ચે તીખી પ્રતિક્રિયાઓ પણ આવી છે. પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. બંને દેશોની મેચો શ્રીલંકાના મેદાન પર રમાશે. જો કે, પાકિસ્તાને એવી ધમકી પણ આપી હતી કે જો ભારતીય ટીમ અહીંયા પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન પણ ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. પરંતુ બાદમાં તમામ વિવાદોનો ઉકેલ આવી ગયો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળ એટલે કે શ્રીલંકા ખાતે યોજાશે. જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે.