નવી દિલ્હીઃ પ્રેમ સંબંધોનો કેવો અંજામ આવે છે, તેને લગતો એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જાલોર પોલીસ અધિક્ષક શ્યામ સિંહે બતાવ્યુ કે 16 જુલાઇ ભીનમાલ નિવાસી રજ્જાક ખાને પોતાના કાકા બરકત ખાનનુ અપહરણ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. જેના પર એએસપી અનુકૃતિ ઉજ્જેનિયા અને સીઓ શંકર લાલના સુપરવિઝનમાં સ્ટેશન અધિકારી દુલીચંદ અને રામસીન અરવિન્દ કુમારના નેતૃત્વમાં પોલીસ ટીમુ ગઠન કરવામાં આવ્યુ, પોલીસ બરકત ખાનની તપાસમાં લાગી ગઇ હતી.  


પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ, કૉલ ડિટેલ, સર્વિલાન્સ અને ગુપ્ત સુત્રો પાસેથી જાણ્યુ કે ઘટનાના દિવસ 15 જુલાઇએ બરકતે પોતાની કારમાં એક મહિલા અને નાના બાળકને બેસાડ્યુ હતુ. સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલા હરિયા દેવી હતી, પોલીસે ફૂટેજના આધાર પર તે મહિલાના ઘરે તપાસ કરી તો જાણવા મળ્યુ કે તે મહિલા અને તેનો પતિ બાળકો સહિત ફરાર છે. 


તપાસ ટીમને માહિતી મળી કે મહિલા અને તેનો પરિવાર અમદાવાદમાં છે. આની સૂચના પર સ્ટેશન ઓફિસર દુલીચંદ ટીમની સાથે અમદાવાદ રવાના થઇ ગયો. જ્યાં પોલીસે હરિયાદેવી (35) અને તેના પતિ ગલબા રામ (40)ની ધરપકડ કરી લીધી. બન્નેને પકડીને પોલીસ જાલોર લઇ આવી. પછી બન્નેની ભીનમાલ પોલીસ સ્ટેશનમાં લાવીને પુછપરછ કરાઇ. 


પુછપરછમાં જાણવા મળ્યુ કે હરિયા દેવીનુ પિયર પાવલી ગામમાં છે, જ્યાં મૃતક બરકત ખાનની લોટ દળવાની ઘંટી હતી. હરિયા દેવી ત્યાં લોટ દળાવવા જતી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, અને બાદમાં શારીરિક સંબંધ પણ બંધાયો હતો. થોડાક સમય બાદ હરિયા દેવીના પતિને ખબર પડી ગઇ તો તેને પહેલા પત્ની હરિયા દેવીને માર મારીને ધમકાવી, અને પછી તેની સાથે મળીને બરકત ખાનને મારવાનો યોજના બનાવી હતી.  


યોજનાને અમલી બનાવવા 15 જુલાઇએ ગલબા રામ ભીનમાલ આવ્યો, જ્યાં તેને બરકત ખાનનો પીછો કર્યો. સવારે 10 વાગે બરકત ખાન ગેરેજમાં ટેમ્પો રિપોર કરાવી રહ્યો હતો, ગલબાએ તે દરમિયાન પોતાની પત્ની હરિયા દેવીને કૉલ કરીને ભીનમાલ બોલાવી. હરિયા દેવી બરકત ખાન પાસે ગઇ અને તેને ખાન પુર છોડવા માટે કહ્યું. બન્ને લગભગ 11 વાગે ત્યાંથી નીકળી ગયા. તે બન્નેના પાછળ ગલબા રામ પણ બાઇક લઇને આવી રહ્યો હતો. 


જેવો બરકત હરિયા દેવીની સાથે તેના ઘરે પહોંચ્યો, ત્યારે ત્યાંથી આવીને ગલબા રામે તેને પકડી પાડ્યો અને પછી ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી, આ બાદ શાતીર દિમાગ વાળો ગલબા રામે બરકતનો ટેમ્પો લઇને નરતા ગયો. તેને ટેમ્પો ત્યાં જ મુકી દીધો અને બરકત ખાનનો મોબાઇલ ફોન નજીકના ખેતરોમાં ફેંકી દીધો. આ પછી તે પોતાના ઘરે પાછો આવી ગયો. 


હવે ગલબા રામની લાશને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવ્યો. તે પોતાની પત્નીની મદદથી બરકત ખાનની લાશને સળગાવી દીધી. એટલુ જ નહીં સળગેલી લાશના અવશેષો અને રાખ વગેરે બીજા દિવસે નજીકના કુવામાં ફેંકી દીધા. પછી બન્ને પોતાના બાળકોની સાથે લઇને અમદાવાદ ચાલ્યા ગયા. જ્યાં પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. આરોપીઓના બતાવ્યા પ્રમાણે ખેતર અને કુવામાંથી લાશના અવશેષો અને નરતાના ખેતરોમાંથી મૃતકનો મોબાઇલ ફોન પોલીસને જપ્ત કરી લીધો હતો.