Be Aware !તાજેતરમાં ઓનલાઇન શોપિગનું એક કૌભાંડ  બહાર આવ્યુ છે. જેનો ભોગ બનતા બનતા બચનાર યુવતીએ X પર તેનો વીડિયો શેર કર્યો છે. જે હાલ ખૂબ જ વાયરલ થયો છે.  સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઓનલાઇન શોપિગ કરના યુવતીને એક કોલ આવે છે. જેમાં તે જણાવે છે કે, સરનામાના ઇસ્યુના કારણે એકલે કે આપનું ઘર ન મળતું હોવાથી આપનો ઓર્ડરમાં વિલંબ થયો છે. તો આપ *401* ડાયલ કરીને બાદ ડિલિવરી બોયના નંબર લગાવો જેથી આપ ડિલિવરી બોય સાથે વાત કરી શકશો અને તેમને આપનું સરનામું શોધવામાં મદદ મળશે.





આખરે આ યુવતીને શંકા જતાં તેમણે  સભાનતા દાખવતા ગૂગલમા સમગ્ર વસ્તુનું સર્ચ કરી તો જાણવા મળ્યું કે, આ રીતે કરવાથી આપના ફોન પર આવતા ઓટીપી બધી જ સિક્રેટ માહિતી તે નંબર પર શેર થઇ જશે અને પળવારમાં આપનું અકાઉન્ટ ખાલી થઇ જશે.આ વીડિયો યુવતીએ એક્સ પર પોસ્ટ કર્યો છે.


 






અન્ય લોકો આ ઓનલાઇન શોપિંગ ફ્રોડના શિકાર ન બને અને સભાનતા દાખવે તે માટે આ વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે. લોકોને સાયબર ક્રાઇમથી બચી શકે અને સભાનતા દાખવે માટે આ માહિતી એકસ પર શેર કરી છે. આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. જો આપ પણ ઓનલાઇન શોપિંગ કરો છો અન આવો કોઇ ફોન આવે તો સાવધાન થઇ જજો. નહિ તો આપનું બેન્ક અકાઉન્ટ ખાલી થઇ જતાં સમય નહી લાગે