Bhavnagar: ભાવનગર શહેરમાં લગ્નના માંડવે દુલ્હનને હાર્ટ અટેકનો હુમલો આવતાં મરણ પામી હતી. જેના કારણે લગ્નની ડોલીની જગ્યાએ દુલ્હનની અર્થી ઉઠી હતી. માંડવેથી જાન પાછી ન જાય તેથી માલધારી સમાજે પ્રેરણાદાય નિર્ણય લઈ બહેનને પરણાવી હતી. સુભાષ નગરમાં માલધારી રાઠોડ પરિવારમાં બે દીકરી અને એક દીકરાના લગ્ન હતા તે દરમિયાન કરૂણાંતિક બની હતી. ઘરે લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યારે બે પૈકી એક દીકરીનું હાર્ટ અટેકથી એકાએક મોત થતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જાન પાછી ન જાય તે માટે મૃતકની બહેનને પરણાવી હતી અને મૃતક દીકરીના નશ્વર દેહને કોલસ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો હતો.


શું છે મામલો


ભાવનગર ખાતે સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક સાથે બે દીકરીના લગ્ન હોય ભારે ઉત્સાહભર્યો માહોલ હતો અને લગ્નગીતોથી વાતાવરણ ગુંજતું હતુ.એક દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટક આવતા નિધન થયું હતુ. જેથી જ્યાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી. ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સંજોગોમાં જે મૃતક બહેનની નાની બહેન જે જાન આવી તેના વરરાજાની સાળી થવાની હતી તેની પરિણીતા થવાનો યોગ સર્જાયો હતો. ખરેખર તો કપરા સંજોગોમાં પણ દીકરીના ઘરના રાઠોડ પરિવારે તત્કાલ નિર્ણય યોગ્ય લઈને જીણાભાઈની બીજી દીકરી પરણાવી હતી.


ખજોદમાં શ્વાનના આતંકનો ભોગ બનેલી 2 વર્ષની બાળકીનું સારવારમાં મોત, પરિવારમાં શોકનો માહોલ


સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં  આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે  સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.


સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા


સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.