બિહારના મુઝ્ફ્ફરપુરમાં કુરકુરેની ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બોઇલર બ્લાસ્ટમાં 6 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ડીએમ અને એસપી પહોંચ્યાં હતા. સવારે દસ વાગ્યે કુરકુરેની ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો.


 મુઝ્ફ્ફરપુરમાં બેલા ઓદ્યોગિર વિસ્તારમાં કુરકુરેની ફેકટરીમાં બોઇલર ફાટતા વિસ્ફોટ થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે તો 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ડીએમ અને એસપી પહોંચ્યાં હતા. જિલ્લા અધિકારી પ્રણવ કુમારે જણાવ્યું કે, દુર્ઘટના સવારે 6 વાગ્યે બની હતી.


સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બ્લાસ્ટ એટલો મોટો હતો કે, એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાવ્યો હતો. લોકોને ભૂકંપની આશંકા થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે ફેટ્કરીમાં ધૂમાડોના ગોટે ગોટા જોવા મળતાં લોકો દોડી આવ્યાં હતા અને ચીચીયારીઓની અવાજ સાથે નાસભાગ મચી ગઇ હતી.


કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘાયલોની મદદ માટે ફાયર ટીમ પહોંચી ગઇ હતી. હજું પણ આ સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. 12થી વધુ લોકોને રેક્યુ કરીને બહાર કઢાયા હતા. જેને ગંભીર ઇજા પહોંચી હોવાથી તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.


થરાદની મુખ્ય કેનાલમાંથી મળી પ્રેમી યુગલની હાથ બાંધેલી હાલતમાં લાશ,


થરાદની મુખ્ય કેનાલમાંથી લાશ મળવાની સિલસિલો યથાવત છે. થરાદના આજાવાડા પુલ નજીકથી યુવક અને યુવતીની લાશ મળી આવી છે. બન્ને યુવક યુવતીના હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. થરાદ મિયાલની યુવતી અને મહેરા ગામના યુવક બે દિવસ પહેલા થયા હતા ગુમ. સ્થાનિક લોકો અને ગ્રામજનોએ તરતી લાશને અટકાવી થરાદ પોલીસને કરી જાણ હતી. પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.