Lok Sabha Elections 2024:ભાજપની બીજી યાદીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. દ.ગુજરાતમાં સુરતના સ્થાને વલસાડથી મહિલા ઉમેદવારને મેદાને ઉતારે તેવી  શક્યતા જોવાઇ રહી છે. સુરત બેઠક પર સાંસદ રિપીટ ન થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનિય છે કે વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશના સ્થાને ભાજપ અન્યને ટિકિટ આપી શકે છે. સુરતથી મહિલાના સ્થાને પુરૂષ ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા પ્રબળ બની છે. દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશ દલાલને ટિકિટ મળી શકે છે. મુળ સુરતી એવા મુકેશ દલાલને ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે. સુરતની જગ્યાએ વલસાડથી મહિલાને ટિકિટ અપાય તેવી શક્યતા છે. વસસાડની બેઠકની વાત કરીએ તો વલસાડથી કે.સી.પટેલને પણ  રિપીટ નહીં કરાય તેવી શકયતા જોવાઇ રહી છે.


લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે  ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ  


લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7  ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પરથી  ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.                                                                                                                                                                        


ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી 



  • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર

  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા

  • અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા

  • બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી

  • વલસાડથી અનંત પટેલ

  • પોરબંદરથી લલિત વસોયા

  • કચ્છથી-નિતેષ લાલણ