આજે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહામંત્રીઓ અને રાષ્ટ્રીય કારોબારી ના સભ્યો બેઠકમાં વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. 2022 મા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી બાબતે ચર્ચાં વિચારણા માટે આ બેઠક યોજાઇ રહી છે.


 


ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષે વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્લીમાં આજે ભાજપ કાર્યકારણીની બેઠક યોજાઇ રહી છે. દિલ્લીના ભાજપ કાર્યાલય પર ભાજપના દિગ્ગજ નેતા પહોંચ્યા. બેઠક 10 વાગ્યે શરૂ થઇ હતી.  બેઠકમાં ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહામંત્રીઓ અને રાષ્ટ્રીય કારોબારી ના સભ્યો બેઠકમાં વર્ચ્યુલ માધ્યમથી જાડાયા છે. બેઠકમાં આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મંથન થઇ રહ્યું છે. કોરોના બાદ આ પહેલી ભાજપની કાર્યકારણીની બેઠક છે.


 


બેઠકમાં છેલ્લા સાત વર્ષની કેન્દ્ર સરકારની સિદ્ધિ પર પણ ચર્ચા થશે. બેઠકની શરૂઆતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કોરોનાના કારણે તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ બેઠકમાં જોડાયા હતા.


 


ગાંધીનગરથી ભાજપના કાર્યલય કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી. આર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વીડિયો  કોન્ફરન્સથી મીટીગમાં જોડાશે,  કોરોનાના પ્રોટોકોલને ઘ્યાનમાં રાખીને દિલ્લીમાં 124 જ ભાજપના કાર્યકારણીના 124 સભ્યો જ ઉપસ્થિત રહેશે, જેમાં પ્રધાનમંત્રી મોદી  અને  રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી નડ્ડા સિવાય, તમામ કેન્દ્રીય મંત્રીઓ, અને કાર્યસમિતિના અન્ય સભ્યો સામેલ થયા છે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા છે.


 


બેઠકમાં મોદી સરકારની સિદ્ધિઓ સહિત યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી મુદ્દે મંથન થઇ રહ્યું છે. બેઠક શરૂ થતાં પૂર્વે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રાસંગિક સંબોધન કર્યું હતું