JP Nadda Twitter Hacked: ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનું ટવિટર અકાઉન્ટ હૈક થઇ ગયું છે. જેપી નડ્ડાએ તેમના એકાઉન્ટ પરથી એક બાદ એક ટવિટ  રશિયા અને યુક્રન મુદ્દે ટવિટ કર્યાં હતા. જાણીએ ક્યાં ટવિટ બાદ તમનું એકાઉન્ટ હેક થઇ ગયું.

Continues below advertisement

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનું ટવિટર અકાઉન્ટ હૈક થઇ ગયું છે. જેપી નડ્ડાએ તેમના એકાઉન્ટ પરથી એક બાદ એક ટવિટ  રશિયા અને યુક્રન મુદ્દે ટવિટ કર્યાં હતા.

Continues below advertisement

ટવિટ કરીને કહ્યું કે,  સોરી મારું અકાઉન્ટ  હૈક થઇ ગયું છે, તેમણે કહ્યું કે, યુક્રેનની સાથે ઉભા રહો. હવે ક્રિપ્ટોકરન્સી દાન સ્વીકાર કરજો. લખ્યું કે, “ સોરી મારું અકાઉન્ટ હેક થઇ ગયું છે. અહીં રશિયાને દાન આપવા માટે કારણ કે તેને મદદની જરૂરત છે. હૈકર્સે બાદ પ્રોફાઇલનું નામ બદલી ICG OWNS INDIA કરી દીધું.  જો કે હવે ટવિટ ડિટલ કરી દેવાયું છે.

Ukraine- Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ હવે યુક્રેન છોડ્યું?, જાણો યુક્રેને શું દાવો કર્યો

Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ હવે યુક્રેન છોડી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે. યુક્રેનના પૂર્વ રાજદ્વારી દિપક વોરાએ કહ્યું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન છોડી દીધું છે. અત્યાર સુધી યુદ્ધમાં રશિયાને ટક્કર આપી રહેલા ઝેલેન્સકીએ હવે દેશ છોડતાં આ યુદ્ધના પરિણામમાં મોટો વળાંક આવ્યો છે. આ તરફ યુક્રેને દાવો કરતાં કહ્યું છે કે, અમારા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દેશ નથી છોડ્યો. બીજી તરફ યુક્રેન કહી રહ્યું છે કે, તેમના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલામત સ્થળે ખસેડાયા છે. હાલ યુક્રેન પર હવાઈ હુમલો થવાની પુરી શક્યતા સેવાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

9/11 સાથે તુલનાઃ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના બધી રીતે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયા તેની પાસે રહેલા આધુનિક હથિયારો, બોમ્બ, મિસાઈલનો ઉપયોગ કરીને યુક્રેનને હંફાવી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં એક બિલ્ડીંગ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુક્રેનના ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં યુક્રેનના ગૃહમંત્રાલયે રશિયાએ કરેલા હુમલાની તુલના એમેરિકામાં થયેલા 9/11ના હુમલા સાથે કરી હતી.