અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતાં  ચાર લોકોના  કરૂણ મૃત્યુ  મૃત્યુ થયા છે. ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. રસાયણિક પ્રક્રિયા દરમિયાન  વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. M.E. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા બ્લાસ્ટ થયાની આશંકા સેવાઇ રહી છે. GIDC પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.                                                                                                             


ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી.બ્લાસ્ટના કારણે ત્યાં કામ કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો. મળતી માહિતી અનુસાર એમ. ઇ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ એ સમયે ફાટ્યો હતો જ્યારે એક રાસાણિક પ્રોસેસ થઇ રહી હતી. બ્લાસ્ટ થતાં અહીં કામ કરતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં રાસાણિક પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ પુછપરછ દ્રારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો                                                                                                                                                      


ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું