એર ઇન્ડિયાની ફ્લાઇટસમાં બોંબની ધમકી મળતા તેને દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ પ્લેન મુંબઈથી ન્યુયોર્ક જઈ રહ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટને સોમવારે (14 ઓક્ટોબર 2024)ના રોજ ટેકઓફ કર્યાના થોડા સમય બાદ દિલ્હીમાં ઉતરવું પડ્યું હતું. આ ફ્લાઈટ AI119 ને વિશેષ સુરક્ષા ચેતવણી મળતા પ્લેન બોંબથી ઉડાવાની ધમકી મળી હતી. અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિના નિર્દેશો પર, તેને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ મુસાફરો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Oct 2024 09:43 AM (IST)
એર ઇન્ડિયાની ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા મુંબઇથી , ન્યૂયોર્ક જતી ફ્રલાઇટનું દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. હાલ તમામ મુસાફરો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે
એર ઇન્ડિયાની ફ્લાઇટસને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ