Booster dose:કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા વધારી છે. આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ થઇ રહી છે. તો શું બૂસ્ટર ડોઝથી બદલતા વેરિયન્ટથી રક્ષણ મળશે. તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણીએ આ મુદ્દે એક્સપર્ટ શું કહે છે


નવા વેરિયન્ટની ચિંતા વચ્ચે અનેક દેશોએ બૂસ્ટર ડોઝની તૈયારી કરી લીધી છે ફ્રાંસ પહેલાથી બૂસ્ટર ડોઝના વેક્સિનેશનને અનિવાર્ય બનાવી ચૂક્યું છે. બ્રિટન પણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે.


શું બૂસ્ટર ડોઝથી ન્યૂ વેરિયન્ટ સામે મળશે રક્ષણ


વેક્સિનેશન પર  સંયુકત સમિતિના અધ્યક્ષ વી શેન લિમે કહ્યું કે, “ કોરોનાના રસીના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ વધુ મજબૂત બનશે, નવી જાહેરાતમાં, જ્યારે તમામ પુખ્ત વયના લોકોને એન્ટી-કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે, એટલે કે, રસીનો બીજો ડોઝ 12-15 વર્ષના બાળકોને આપવામાં આવ્યો છે. જેમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણને સૌથી મજબૂત હથિયાર ગણાવ્યું હતું.


બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે હાઉસ ઓફ કોમન્સમં કહ્યું કે, “કોવિડ-19 હજુ ગયો નથી. આ બધાની વચ્ચે કોરોના વાયરસના નવા વેરિયન્ટે ચિંતા વધારી છે. કોવિડની જંગમાં હાલ વેક્સિનેશન જ સક્ષમ હથિયાર છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે, જ્યારે તે વધુ ઝડપથી વધવાની ધારણા છે. અત્યાર સુધીમાં વિશ્વના લગભગ 12 દેશોમાં તેના કેસ નોંધાયા છે.


ભારતમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ કોરોના વાયરસ વેક્સિનના બૂસ્ટર ડોઝને લઈ તઈ રહેલી ચર્ચા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું,  એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ આપવા પર રાષ્ટ્રીય નીતિ ટૂંક સમયમાં બનવાની સંભાવના છે. જેની જાહેરાત બે સપ્તાહમાં થઈ શકે છે.


ક્યારે આપવામાં આવે છે એડિશનલ અને બૂસ્ટર ડોઝ


ડો. અરોરાએ કહ્યું કોવિડ-19 વેક્સિનના એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને અલગ અલગ બાબત છે. NTAGIના ડો. અરોરાએ કહ્યું એડિશનલ ડોઝ માટે એક નિશ્ચિત સમય બાદકે  કોઈ વ્યક્તિ દ્વારા વેક્સિનેશન પૂરું કર્યા બાદ આપવામાં આવે છે. જ્યારે જેમને વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ કોઈ પ્રકારની પરેશાની થવાની શકયતા વધારે હોય તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. જે લોકો ઈમ્યુનોસ્પ્રેસ્ડ કે ઈમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ અવસ્થામાં હોય તેમને એડિશનલ ડોઝ આપવામાં આવે છે. અમે આગામી 10 દિવસમાં એક નવી નીતિ લઈને આવી રહ્યા છે.


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું, 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકોને રસી આપવા માટેની વ્યાપક યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રાથમિકતાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને સ્વસ્થ બાળકોની સાથે કોમોર્બિડિટીઝવાળા બાળકોને રસી મળી રહે.