મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) 7 મેના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચોમાસા પહેલાના મેઇન્ટેનન્સ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. એરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોને અસુવિધા ટાળવા માટે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને તેમની એરલાઇન્સનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. 

Continues below advertisement

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) પર ગુરુવારે (7 મે) ફ્લાઇટ કામગીરી સંપૂર્ણપણે બંઘ ત કરવામાં આવશે. આ સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન કોઈ ફ્લાઇટ ટેઇક ઓફ કે લેન્ડ  કરશે નહીં. એન્યુઅલ પ્રિમોનસૂન મેઇન્ટેન્સના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

એરપોર્ટ મેનેજમેન્ટ કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) મુજબ, એરપોર્ટને બંધ કરવાની યોજના ઘણાં પહેલાંથી બનાવવામાં આવી હતી. આશરે છ મહિના પહેલાં જ એરલાઇન્સ અને વિમાનન અધિકારીઓ સાથે સંકલન કરીને મોટાભાગની ફ્લાઇટ્સના સમયપત્રકમાં પહેલેથી જ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય.

આ પણ વાંચો:US-Iran War: હવે હોર્મુંઝમાં જહાજોને સુરક્ષા નહીં આપે અમેરિકા, 'પ્રોજેક્ટ ફ્રિડમ' બંધ

બંને રનવે સવારે 11  થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશેઅહેવાલો અનુસાર, મુંબઈ એરપોર્ટ વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે મુંબઈના બંને રનવે 7 મેના રોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ન્યુઅલ પ્રિમોનસૂન મેઇન્ટેન્સના ભાગ રૂપે બંધ રહેશે. એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન કોઈ ફ્લાઇટ ઉડાન કે ઉતરાણ કરશે નહીં. અધિકારીઓએ મુસાફરોને અસુવિધા ટાળવા માટે ફ્લાઇટનું સમયપત્રક અને સ્થિતિ અગાઉથી તપાસવા અનુરોધ કર્યો  છે.

રનવે અને એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિરીક્ષણજાળવણી કાર્ય દરમિયાન, રનવે અને એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. મુંબઈમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને આ જરૂરી પગલું લેવામાં આવ્યું છે, જેથી ચોમાસા દરમિયાન ફ્લાઇટ સલામતી અને કામગીરીમાં વિક્ષેપ ન પડે.

ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફારજોકે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે, છ કલાકના સમયગાળા દરમિયાન મુસાફરી કરતા મુસાફરોને ફ્લાઇટ રદ કરવા, વિલંબ કરવા અથવા રૂટ બદલવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક ફ્લાઇટ્સ નજીકના એરપોર્ટ જેવા કે પુણે, અમદાવાદ અથવા ગોવા તરફ ડાયવર્ટ કરવામાં આવી શકે છે, જ્યારે લાંબા અંતરની ફ્લાઇટ્સ દિલ્હી, બેંગલુરુ અથવા ચેન્નાઈ જેવા મુખ્ય એરપોર્ટ દ્વારા ફરીથી રૂટ કરવામાં આવી શકે છે.

પ્રવાસીઓની સલાહએરપોર્ટ વહીવટીતંત્રે મુસાફરોને એરપોર્ટ માટે રવાના થતા પહેલા એરલાઇન સાથે અથવા સત્તાવાર CSMIA વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. સવારે 11 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ્સ ધરાવતા મુસાફરોને વધારાનો સમય આપવાની સલાહ આપવામાં આવે છે કારણ કે બેકલોગને કારણે વિલંબ થઈ શકે છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા રીશેડ્યૂલ કરવામાં આવી છે તેમને રિબુકિંગ અથવા રિફંડ વિકલ્પો માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.